ભરૂચ,
કિશોરભાઈ રાજપુત નામની વ્યક્તિ જેમની ઉંમર આશરે ૪૫ વર્ષ અને રાજસ્થાન ઝાલોર જીલ્લાની રહેવાસી છે.તેઓ જુલાઈ મહિનાની શરૂઆતમાં કામ અર્થે ભરૂચ આવ્યા હતા.ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણી વ્યક્તિ એમની સાથે અકસ્માત કરીને જતી રહી હતી. આથી કિશોરભાઈને ભરૂચ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો રેગ્યુલર સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની મુલાકાત માટે જતા હોય છે.તે સમયે સંસ્થાના સ્વયંસેવકે ટ્રોમા સેન્ટરમાં કિશોરભાઈને અનાથ,અસહાય હાલતમાં જોયા હતા.ત્યાર બાદ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે બધી તપાસ કરી સિવિલ હોસ્પિટલના હાડકાના ડોક્ટર કુણાલ ચાંપાનેરી સાહેબ પાસે કિશોરભાઈનુ ઓપરેશન કરાવ્યું હતું.ઉચીત સારવારથી તેઓ હાલમાં સાજા થઈને ચાલતા પણ થઈ ગયા છે. કિશોરભાઈની મનસા પોતાના વતન રાજસ્થાનમાં રહેતી માતા પાસે જઈ ત્યાં જ કોઈ કામ ધંધો કરી પોતાની માતાની સેવા કરવાની છે. તે જાણી સેવાયજ્ઞ સંસ્થાના સ્વયંસેવકોએ વિશેષ પ્રયત્નો કરી એમનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણાં અનાથ પ્રભુજીનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે અને જેમના કોઈ સગાં-સ્નેહી નથી,તેઓને સંસ્થાના સ્વયંસેવકો પોતાના માવતર સમજી આજીવન સેવા કરે છે.




