ભરૂચ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી

SHARE:

– એક દિવસ-એક કલાક- એક સાથે શ્રમદાનમાં ભાગ લેનાર શાળાઓ, NGO’s તથા અન્ય વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા

ભરૂચ,

દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી આગામી તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા પખવાડિયું’ ઉજવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થકી ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવતા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ચિત્ર, નિબંધ, રંગોળી, વેસ્ટ ટુ આર્ટ, સ્વચ્છ વોર્ડ તેમજ એક દિવસ-એક કલાક- એક સાથે શ્રમદાનમાં ભાગ લેનાર શાળાઓ, NGO’s તથા અન્ય વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ તકે, નાગરિકોએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતાં.‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નગરજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સૂકા અને ઘન કચરાનું વર્ગીકરણ કરીને કચરાના નિકાલ અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. તેમજ દિવાળી જેવા તહેવારો ‘ઝીરો વેસ્ટ’ અભિગમથી ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.આમ, ભરૂચ શહેરમાં સ્વચ્છતાના સંકલ્પ સાથે સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પદાધિકારી, અધિકારી અને વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારી ગણ તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!