વાગરા,
વાગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર યાકુબ ગુરજીના નેતૃત્વમાં કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ૧૧ જેટલા વાગરા વાંટા વિસ્તારના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ પ્રસંગે તમામ સાથીઓને આવકારતા યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની કામની રાજનિતીથી પ્રેરાઈને કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વાગરા તાલુકાના મુલેર,વેગણી,લખીગામ,જાગેશ્વર, અલાદર, ભેરસમ, સાયખા,વહિયાલ જેવા ગામોથી લોકો જોડાયા છે.અઠવાડિયા પહેલાં કોંગ્રેસના ઉપપ્રમુખ ઉસ્માન પટેલ આમ આદમી પાર્ટીમાં એમના સમર્થકો સાથે જોડાયા હતા.ત્યારે આજે ગાંધી જયંતિ અને દશેરાના તહેવાર નિમિત્તે ફરી વાગરાના રાજકારણમાં હલચલ જોવા મળી હતી.જેમાં આપ દ્વારા કોંગ્રેસને વધુ એક ઝટકો આપવામાં આવ્યો હતો અને પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જોડાયેલ વાંટા વિસ્તારના અસ્લમ રાજ સાથે ૧૧ જેટલા આગેવાનોએ કોંગ્રેસનો પંજો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું હતું.
અસ્લમ રાજ દ્રારા જણાવાયું હતું કે હું આજરોજ આમ આદમી પાર્ટીમાં કામની રાજનીતિથી પ્રેરાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.કોંગ્રેસના સંગઠનમાં હું તાલુકા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતો હતો પરંતુ કોંગ્રેસના કહેવાતા મોટા નેતાએ તાલુકા સંગઠનને બે ભાગ પાડી દીધા છે.આજે એ કહેવાતા નેતાની સ્થિતિ એવી છે કે કોંગ્રેસના જ લોકોને કોંગ્રેસ ખેસ પહેરાવી આપ માંથી જોડ્યા એવું નાટક કરવું પડે છે.ત્યારે આવી હલકી કક્ષાની રાજનીતિથી દુઃખી થઈ અમે આમ આદમી પાર્ટીમાં લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરજીના નેતૃત્વમાં જોડાયા છે.




