ભરૂચમાં દિવાળીના તહેવાર નિમિત્તે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ

SHARE:

– જાહેર જનતાને સલામત અને શુદ્ધ ખોરાક મળી રહે તે હેતુથી સમયાંતરે ચેકિંગ કરાશે : ડેઝીગ્રેટેડ ઓફિસર એ.બી. રાઠવા

ભરૂચ,

ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ સર્કલ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે “SAFE FOOD – SAFE FESTIVAL” હેઠળ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને સલામત અને શુદ્ધ ખોરાક મળી રહે તે હેતુથી સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવથી કામગીરી કરવા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સૂચના મળી હતી.જે અન્વયે ડેઝીગ્રેટેડ ઓફિસર એ.બી.રાઠવાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દુધ,દુધની બનાવટ, પનીર, ધી ની વિવિધ પેઢીઓ માંથી એન્ફોર્સમેન્ટ તથા કુલ ૪૩ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલેલ છે.જેના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.દિવાળીના તહેવારોમાં હોટલ અને રેસ્ટોરન્ટના સ્ટાફને રસોઈ બનાવતી વેળા શું સાવચેતી રાખવી,લોકોમાં હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલા શું સાવચેતી રાખવી તે અંગે જાગૃતિ ફેલાવવા ભરૂચ વિવિધ જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે.આ જ રીતે દિવાળીના તહેવાર નિમિત્તે ખાદ્ય સામગ્રીમાં ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી વખતોવખત ડ્રાઈવ થતી રહેશે.ખાદ્ય સામગ્રીના શંકાસ્પદ જણાતા નમુનાઓ લઈ જે તે હોટલ, રેસ્ટોરન્ટ કે દુકાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!