ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગના નવમાં માળે આવેલ ઓફિસમાં આગનો બનાવ

SHARE:

– શોપિંગ સેન્ટરના નવમા માળ પર લાગી આગ લાગતા અફરાતફરી મચી હતી

– પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી નવમા માળે હોર્સ પહોંચાડી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો : સદ્દનસીબે કોઈ જાનહાનિ નહિ

ભરૂચ,

ભરૂચના અતિવ્યસ્ત વિસ્તારમાં આવેલા એબીસી ચોકડી નજીકના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના નવમાં માળે આવેલી ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી જવા પામી હતી.જોકે આગને બુઝાવવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.તો બીજી તરફ શોપિંગમાં લાગેલ ફાયર સિસ્ટમ ચાલુ હતી કે બંધ હાલતમાં તે ફાયર વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે.

ભરૂચના એબીસી ચોકડી નજીક આવેલ ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના નવમા માળે આવેલ કુબેર એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં બપોરના સમયે અચાનક ધુમાડો નીકળતા જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.આગની  જાણ થતા જ ફ્લોર પર આવેલી વિવિધ ઓફિસોમાં કામ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ અને સૌ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમોને કરવામાં આવતા બે ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગની જાણ થતા જ ઘટના સ્થળ પર પોલીસ,એસીડીએમ મનીષા માણાની,મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના વિભાગો પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લોકોને દૂર કરવામાં આવ્યા હતા.

શોપિંગના નવમા માળે લાગેલ આગને બુઝાવવા માટે ફાયર માટે ચેલેન્જ ભર્યું બન્યું હતું અને દાદર મારફતે હોર્સ ચઢાવી નીચે મોકલી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ધુમાડા વચ્ચે પણ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.સદ્દનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.આગના કારણે ઈમારતમાં રહેલા ઈલેક્ટ્રોનિક સાધનો,દસ્તાવેજો અને ફર્નિચરને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શોપિંગના નવમા માળે લાગેલ આગને બુઝાવવા ત્યારે ફાયર વિભાગે પોતાના હોર્સ ચઢાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ત્યારે શોપિંગની ફાયર સિસ્ટમ કાર્યરત હતી કે નહીં તે એક ફાયર વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!