– તસ્કારોએ એક જ રાતમાં આઠ મકાનના તાળા તોડી કંપનીના સિક્યુરીટી ગાર્ડ અને પોલીસને પડકાર ફેંક્યો
– સોના ચાંદીના દાગીના અને લેપટોપ મળી ૬.૪૮ લાખની મત્તા ચોરાય
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આવેલી રાજશ્રી પોલિફિલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સને તસ્કારોએ ગત રાત્રીના સમયે નિશાન બનાવ્યા હતા.તસ્કારોએ આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સના એક સાથે આઠ જેટલા મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને લેપટોપ મળી કુલ ૬.૪૮ લાખની મત્તા ચોરી કરી હતી.નવાઈની વાત તો એ છે કે આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સમાં સિક્યુરિટી ગાર્ડ પણ ફરજ બજાવે અને સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કારોએ ચોરી કરી સિક્યુરિટી ગાર્ડ સહિત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ઝઘડિયા તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ઘરફોડ ચોરી હોય કે વાહન ચોરી હવે સામાન્ય વાત બની રહી છે.સારસા ગામે ઘરઆંગણેથી બાઈક ચોરીની ઘટના હજુ લોક મુખે ભુલાઈ નથી અને ત્યાં જ બામલ્લા ગામે એક જ રાતમાં એક સાથે આઠ મકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. બામલ્લા ગામે આવેલી રાજશ્રી કંપનીના ઓફિસર ક્વાર્ટર્સ ને ગત રાત્રે તસ્કારો એ નિશાન બનાવ્યા હતાં.ગત રાત્રે તસ્કરોએ આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સના એક સાથે આઠ મકાનના તાળા તોડી લાખોની મત્તા ચોરી કરી હોવાની ફરિયાદ ઉમલ્લા પોલીસ મથકે સ્થાન પામી છે.આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સના એક જ રાતમાં આઠ જેટલા મકાનોના તાળા તોડી તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની તસ્કરી કરી હતી.આટલેથી ન અટકતા હાઈટેક બનેલા ચોરોએ લેપટોપની પણ ચોરી કરી કુલ ૬.૪૮ લાખની મત્તાની ચોરી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આરપીએલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ સતત પહેરો ભરે છે.તેમજ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સમાં સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.તેમ છતાં એક જ રાતમાં એક સાથે આઠ મકાનોનાં તાળા તોડી તસ્કરો એ કંપની સિક્યુરિટી ગાર્ડ અને પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે.બનાવ સંદર્ભે કંપનીના પન્નાલાલ સોનીએ ઉમલ્લા પોલીસ મથકે ચોરી ની આ ઘટના સામે ફરિયાદ નોંધાવી છે.જે બાબતે પોલીસે કંપની સિક્યુરિટી ગાર્ડ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથધરી છે.




