– કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે કહ્યું કે પેલા ટપોરીઓ અને આંધળાઓ ને દેખાતું નથી દેશમાં કેટલું વિકાસ નું કામ થઈ રહ્યું છે?
– આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે તે ચૈતર વસાવાને ગમતું નથી
– હમણાં વડાપ્રધાન ડેડીયાપાડા આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહે કે ત્યાં મરઘો લઈ જાય,દારૂ લઈ જાય ત્યાં ચઢાવે અને મોદી ખાય, આ બોલવાની ચૈતરની સભ્યતા છે? : મનસુખ વસાવા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સરદાર પટેલની 150મી જન્મ જ્યંતી નિમિતે સાગબારા થી સેલંબા સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી.આ યુનિટી માર્ચમાં સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા.તેમણે કહ્યું કે આતંકવાદી અને અલગતાવાદીઓને વિદેશ માંથી ફંડ આવે છે ભારત દેશને તોડવા માટે.સાંસદે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે પેલા ટપોરીઓ અને આંધળાઓ ને દેખાતું નથી દેશમાં કેટલું વિકાસ નું કામ થઈ રહ્યું છે?આ સમાજ ને કેટલાક લોકો તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે.
કેન્દ્રમાં મોદી સરકાર અને ગુજરાત માં ભુપેન્દ્ર પટેલ ની સરકાર કામ કરે છે ત્યારે તેમના મંત્રીઓની કેટલાક ટપોરિયાઓ ટિપ્પણી કરી રહ્યા છે.તમારી કોઈ હસ્તી નથી કે તમે અમારા ભારત સરકાર ની ટીકા ટિપ્પણી કરો.આવા બધા લોકો વિદેશી તાકાતો ના આધારે દેશ ને તોડવાના પ્રયત્નો કરે છે.
આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે તે એને (ચૈતર વસાવા) ગમતું નથી.આ વિદેશના અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશો ને ગમતું નથી કે ભારત આગળ વધે જેથી અહીંના કેટલાક લોકો તેનો હાથો બની રહ્યા છે. તેમણે ભાગલા પાડવા વાળા થી સાવધાન રહેવું પડશે એમ જણાવી સાવધાન રહેવા જણાવ્યું હતું.
મનસુખ વસાવા નથી કહેતો ભગવાન બિરસા મુંડા એ કહ્યું છે વ્યસનો થી દુર રહેવું પડશે દારૂ, તાળી ગુટખા ના વ્યસનો થી દુર રહેવું પડશે.દેવમોગરા ખાતે મોદી સાહેબ 2003 માં પણ આવ્યા હતા.હમણાં આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહે કે ત્યાં મરઘો લઈ જાય,દારૂ લઈ જાય ત્યાં ચઢાવે અને મોદી ખાય. આ બોલવાની ચૈતરની સભ્યતા છે?-મનસુખ વસાવા પ્રધાનમંત્રી માટે આવું બોલે તે એને શોભતું નથી.હું પણ દેવમોગરા જાવ છું ત્યાં મારા જેવા ભગત લોકો પણ દર્શન માટે જાય છે.પ્રધાનમંત્રીએ આખા વિશ્વને બતાવ્યું કે આદિવાસીની કુળદેવી દેવમોગરા માતા છે.
ભાજપને મજબુત કરવા માટે અમારે આ વિસ્તારમાં તો મોતીસિંહ વસાવા જ કાફી છે.મોદી સાહેબના તો આશીર્વાદ જ કાફી છે. મોતીલાલ નીકળે ને તો અહીંયા બધા ના સુપડા સાફ કરી નાખે.આ ચૈતર વસાવા જેવા લોકો અમને છંછેડવાના પ્રયત્નો કરે છે ભારત માતા કી જય અને વન્દે માતરમ ની ટીકા ટિપ્પણી ચૈતર વસાવા કરે છે
ચૈતર વસાવા એ કહ્યું હતું કે આ ભૂમિ મોદી કે અમિત શાહ ના બાપ ની ભૂમિ નથી ત્યારે સાંસદે કહ્યું કે ચૈતર વસાવા ના બાપ ની પણ ભૂમિ નથી આ ભારત માતાની ભૂમિ છે – તમે આ પ્રકાર ના નિવેદનો કરો એટલે અમારે સ્ટેટમેન્ટ આપવા પડે.




