નેત્રંગ ખાતે જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં લોક દરબાર અને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયો

SHARE:

– ટ્રાફિક, પેટ્રોલિંગ, મહેકમ સહિતના પ્રશ્નો તેમજ સ્થાનિકોની રજૂઆત સાંભળી

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન તેમજ લોક દરબારનું જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરાય હતી.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નેત્રંગ પોલીસ મથક ખાતે વાર્ષીક ઈન્સપેક્શન યોજવામાં આવ્યું હતું.જે અંતર્ગત પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીની ચકાસણી કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી. નેત્રંગના પી.આઈ આર.સી.વસાવા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.જે બાદ લોક દરબાર યોજાયો હતો.જેમાં ટ્રાફિક, પેટ્રોલિંગ સહિત મહેકમના પ્રશ્ને સ્થાનિકોની રજુઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.આ લોક દરબારમાં વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ, સરપંચો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!