નેત્રંગના કોલીયાવાડા ગામમાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને ૧૦ લાખની સહાય

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના કોલિયાવાડા ગામમાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને ૧૦ લાખની સરકારી સહાય ચૂકવવામાં આવતા ધારાસભ્ય રીતેશ વસાવાએ પરિવારને સહાયનો ચેક સુપરત કર્યો હતો.
તાજેતરમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના કોલિયાવાડા પાડા ગામની સીમમાં ખેતર નજીક રમી રહેલા એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી.ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.જે બાદ તેઓના પરિવારજનોને સહાય મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં ૧૦ લાખની સહાય મળતા ધારાસભ્ય રિતેશ વસાવા ના હસ્તે પરિવારજનોને ચેક આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે આગેવાન ગૌતમ વસાવા,વાંકોલ ગામના હરેશ વસાવા અને અન્ય આગેવાન વિનોદ વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પરિવારજનોએ આ સહાય બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!