ઠંડીને કારણે બેભાન થયેલા ૧૨ ફૂટ લાંબા અજગરને સીપીઆર આપી ભાનમાં લાવી જીવ બચાવ્યો

SHARE:

– ડેડીયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે જીવ દયા પ્રેમીની ટીમે સુરક્ષિત રીતે અજગરને જંગલમાં છોડી મુક્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામેથી ૧૨ ફૂટ લાંબો અને ૧૮ કિલો વજનનો મહાકાય અજગર  ઠંડીને કારણે બેભાન થઈ ગયો હતો અને બેભાન હાલતમાં પડી રહ્યો હતો.જીવ દયા પ્રેમીઓને જાણ થતા ભાવિન વસાવાએ અને તેની ટીમ ચેતન, મયુર, રોહન અને ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બેભાન થયેલ અજગરને સીપીઆર આપી અડધા કલાકની ભારે જહેમત બાદ તેના શ્વાસ ચાલુ કરી તેને ભાનમાં લાવી અજગરનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી અને અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!