(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપરનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.ત્યારે આ નશીલા પ્રદાર્થનું ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેચાણ અને સેવન વધ્યું છે.તેમાં કોઈ શક નથી.
ભરૂચ જીલ્લાના ટ્રાઈબલ વિસ્તાર એવા નેત્રંગમાં બે દિવસ પહેલા નશીલા પ્રદાર્થ ગોગો સ્મોકિંગ પેપર સાથે પાનના ગલ્લાનો સંચાલક પકડાયો હતો.તેવામાં કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણએ નેત્રંગ પંથકમાં કોલેજ,સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ આવા નશીલા પ્રદાર્થના રવાડે નહીં ચઢે તે માટે પોલીસ તંત્ર દ્વારા સતર્ક રહી નેત્રંગ વિસ્તારમાં તપાસ કરી આવા નશીલા પ્રદાર્થનું વેચાણ કરતા તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી છે.સાથે તેઓએ આક્ષેપ કર્યા છે કે નેત્રંગમાં એમડી દ્રગ્સની પકડી સહિત ગાંજાનું પણ વેચાણ થઈ થયું છે.ત્યારે પોલીસ વિભાગ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના આગેવાન પોલીસને સાથે રાખી જનતા રેડ કરી નશીલા પ્રદાર્થનું વેચાણ કરતા તત્ત્વોને ખુલ્લા પાડશે.




