આમોદના જર્જરિત ટાવર પર પાલિકાએ નોટિસ લખી જવાબદારી માંથી હાથ ખંખેર્યા

SHARE:

– જોખમી ટાવરનું સમારકામ કરવાને બદલે વેપારીઓને સૂચના આપી

ભરૂચ,

આમોદનું ‘ગૌરવ’ ગણાતો ટાવર અત્યંત જર્જરીત બનતા ટાવરના પ્લાસ્ટરના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે.તેમજ ટાવર નીચે શાકભાજીનો વેપાર કરતા વેપારીને થોડા સમય પહેલા ઇજાઓ પહોંચી હતી.ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવીને ટાવર નીચે વેપાર કરતા લોકોને ખસેડ્યા હતા.ત્યાર બાદ આમોદ પાલિકાએ પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી લેતી હોય તેમ ટાવર ઉપર નોટીસ બોર્ડ મારી કોઈએ જર્જરિત ટાવર નીચે લારી પથરા રાખીને ટાવર નીચે બેસવું નહીં જો કોઈ હોનારત થશે તો પોતાની અંગત જવાબદારી રહેશે.ટાવર ચોક એ આમોદનો હાર્દ સમો વિસ્તાર છે જ્યાં શાકભાજી ખરીદવા માટે સવાર સાંજ નગરજનો તેમજ આસપાસના ગામડાના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે.જ્યાં વટેમાર્ગુ તેમજ લોકોની ભારે ભીડ રહેતી હોય છે.જો આવા સમયમાં કોઇ અક્સ્માત થાય તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે.ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશોએ વહેલી તકે ટાવરનું સમારકામ કરી જોખમુક્ત કરવો જોઈએ તેવી લોકોની માંગણી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!