ઝઘડિયાના માલીપીપર નજીક પીક અપ ગાડીએ બે મોટર સાયકલને અડફેટમાં લીધી

SHARE:

– રાતના નવ વાગ્યાના સમયે રાજપારડીથી નવા આમોદ ગામે ઘરે જઈ રહેલ બન્ને મોટર સાયકલ ચાલકો ઈજાગ્રસ્ત થયા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે,ત‍ાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પણ અકસ્માતોની લપટમાં આવી ગયા હોય એમ મોટાભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.ત‍ાલુકાના માલજીપુરા અને માલીપીપર ગામો વચ્ચે એક પીક અપ ગાડીના ચાલકે બે મોટર સાયકલોને અડફેટમાં લેતા બન્ને મોટર સાયકલ ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજપારડી પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ હાલ ઝઘડિયા તાલુકાના નવા આમોદ ગામે રહેતા મુળ ખેડા જિલ્લાના રહીશ કલ્પેશ ભાનુભાઈ પટેલ રાજપારડી ખાતે ચા નાસ્તાની દુકાન ચલાવે છે,તેઓ ગત તા.૨૩ મીના રોજ રાતના નવ વાગ્યાના સમયે રાજપારડીથી તેમના સાઢુભાઈ અનિલભાઈ વસાવા રહે.નવા આમોદના સાથે નવા આમોદ ગામે ઘરે આવવા નીકળ્યા હતા.આ બન્ને પોતપોતાની મોટર સાયકલો લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન માલજીપુરા અને માલીપીપર ગામો વચ્ચે સામેથી આવતી એક પીક અપ ગાડી તેમની મોટર સાયકલો સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં બન્ને મોટર સાયકલ ચાલકો મોટર સાયકલ સાથે નીચે પટકાયા હતા.અકસ્માતમાં બન્ને મોટર સાયકલ ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા.બન્નેને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.

ત્યાર બાદ અનિલભાઈને વધુ સારવારની જરૂર જણાતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.આ અકસ્માતમાં બન્ને મોટર સાયકલોને પણ નુકશાન થયું હતું. અકસ્માત બાદ દવાખાનાનો ખર્ચ આપવા બાબતે પીક અપ ગાડીના ચાલક સાથે કોઈ સમાધાન નહિ થતા કલ્પેશભાઈ પટેલે ગતરોજ તા.૨૭ મીના રોજ અકસ્માત કરનાર પીક અપ ગાડીના ચાલક વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!