વાલિયાના દોલતપુર ગામ માંથી ૮૬ હજારથી વધુનો દારૂ ઝડપાયો : બુટલેગર વોન્ટેડ

SHARE:

વાલિયા,

વાલિયા પોલીસે દોલતપુર ગામના ખાડી ફળિયા માંથી ૮૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે મુખ્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના દોલતપુર ગામના ખાડી ફળિયામાં રહેતો રાકેશ ગોવિંદ વસાવા પોતાના ઘરના પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખતો હતો.આ અંગેની બાતમી મળતા વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે દરોડા દરમ્યાન વિદેશી દારૂની કુલ ૨૫૩ બોટલો શોધી કાઢી હતી.આ દારૂનો કુલ મુદ્દામાલ ૮૬ હજારથી વધુનો દારૂ જપ્ત કરી બુટલેગર રાકેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!