ઉત્તરાયણ પર્વને લઈને દ્વિચક્રિય વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને લઈ ભરૂચ પાલિકા દ્વારા મુખ્યમાર્ગો પર સેફ્ટી તાર લગાડાયા

SHARE:

ભરૂચ,

આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી પાલિકા તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સેફ્ટી તાર લગાવવામાં આવ્યા છે.

અવકાશી યુદ્ધનો પર્વ એકલે ઉત્તરાયણ.આ પર્વને હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે.ત્યારે પતંગ રસિકો દ્વારા પર્વની ઉજવણીમાં લાગી ગયા છે.ઉત્તરાયણમા પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય અને કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો જતા હોય છે અને ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે.ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે.પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઈજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવરબ્રિજ અને અન્ય મુખ્યમાર્ગો પર લોખંડના તાર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!