નર્મદામાં ઉત્તરાયણ પર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડીનું દાન આપવાની અનોખી પ્રથા

SHARE:

– શેરડી દાન કરવાથી મામાં ભાણેજ માં શેરડી જેવી કાયમી મીઠાશ આવે છે.અને આખુ વર્ષ શેરડી જેવા સબંધો મીઠા અને મજબૂત બને છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદામાં ઉતરાણ પર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડીનું દાન આપવાની અનોખી પ્રથા છે. આજે રાજપીપલા બજારમાં આદિવાસીઓએ શેરડીની ધૂમ ખરીદી કરી હતી.

ઉત્તરાયણ પર્વે શેરડી દાન કરવા પાછળનો હેતુ એ છે કે આદિવાસીઓ દ્વારા શેરડીનું દાન કરવાથી મામાં ભાણેજ અને પરિવારોના જીવનમાં શેરડી જેવી કાયમી મીઠાશ આવે છે અને આખુ વર્ષ શેરડી જેવા સબંધો મીઠા અને મજબૂત બને છે.આ સંબંધો મીઠાં કરવા ઉત્તરાયણ પર્વે આદિવાસીઓ શેરડીનું દાન કરે છે.બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી સો બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે અને આ દાન પણ શ્રેષ્ઠ મનાય છે.જેને કારણે ઉતરાણ પર્વ ટાણે આજે રાજપીપલાના બજારમાં શેરડીનો નવો ઢગલો માલ ખડકાયો છે.શેરડીનો દાનનનો અને મંદિરોમાં પૂજાનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ આજે શેરડીની ખરીદી કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!