અંકલેશ્વર પાલિકાના મહિલા પ્રમુખનો ઓડિયો વાયરલ થયા બાદ યુથ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ

SHARE:

– ઢોલ નગારા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી ચિલ્ડ્રન નોટનો વરસાદ કરી કાર્યવાહીની માંગ કરી

– ચીફ ઓફિસરે નિયમ અનુસાર ૩ દિનમાં કાર્યવાહી કરવાની લેખિત બાંહેધરી આપી

ભરૂચ,

અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચારનો ૫૦ હજારનો ઓડિયો વાયરલ થયા બાદ યુથ કોંગ્રેસે ઢોલ નગારા સાથે ચિલ્ડ્રન નોટનો વરસાદ કરી મહિલા પ્રમુખને પદભ્રષ્ટ કરવા દેખાવો કરવા સાથે કાર્યવાહીની માંગ કરી હતી.

અંકલેશ્વર પાલિકાના મહિલા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારનો ૫૦ હજારની રકમ અંગેનો ઓડિયો વાયરલ થયા બાદ હવે યુથ કોંગ્રેસ અને વિપક્ષ આકરા અંદાજમાં આવી ગઈ છે.યુથ કોંગ્રેસ અને વિપક્ષે ગુરૂવારે ઢોલ નગારા, મ્યુઝિક સિસ્ટમ સાથે ચિલ્ડ્રન બેંકની નોટો ઉડાવતા ઉડાવતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુરિયો બોલાવતા વરઘોડો કાઢ્યો હતો.તોડ બાજ પતિ-પત્ની, પાલિકા પ્રમુખને પદભ્રષ્ટ કરો, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સહિતના કટ આઉટ સાથે કોંગી આગેવાનોએ પાલિકામાં હલ્લો બોલાવ્યો હતો. પાલિકા કચેરીમાં ચિલ્ડ્રન નોટોનો વરસાદ ઉડાવવા સાથે વિપક્ષ અને યુથ કોંગ્રેસે પ્રમુખ લલિતાબેન અને તેમના પતિની તસ્વીર આગળ પણ ચિલ્ડ્રન નોટોનો ઢગલો કરી દીધો હતો.પાલિકામાં સરકારના જ પરિપત્રની એસીતેસી કરી ચાલતા પતિરાજ સામે પણ ભારે વિરોધ નોંધાવી કચેરીમાં બેસી સૂત્રોચ્ચાર કરાયા હતા.યુથ કોંગેસન જીલ્લા પ્રમુખ વિપુલ વસાવા,કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ,જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ,અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર જાની સહીત પાલિકાના વિપક્ષના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અંકલેશ્વર સ્ટેશન રોડથી ત્રણ રસ્તા સર્કલના આઈકોનીક રોડમાં 75 લાખની ખાયકી, ડમ્પિંગ સાઈટમાં પણ ત્રણ વાર આગ લગાડી આચરાયેલ કૌભાંડ અને કોન્ટ્રાકટમાં ચાલતી પ્રમુખ અને તેમના પતિદેવની કટકીના ભારે આરોપો લગાવ્યા હતા.તો બીજી તરફ અંકલેશ્વર પાલિકાના ચીફ ઓફિસર કેશવ કલોડિયા એ નિયમ અનુસાર દિન ત્રણમાં કાર્યવાહી કરવાની લેખિત બાંહેધરી આપતા મામલો સમેટાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના મહિલા પ્રમુખ સે કટકી કૌભાંડના આક્ષેપો થયા છે ત્યારે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!