ભરૂચ,
ભરૂચના ભોલાવ ખાતે ૧૪ કરોડોના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી ડેપોમાં વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જીલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસ.ટી ડેપોમાં વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.રાજ્યના જળ સંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બન્ને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ,જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ભાજપના આગેવાન મારૂતિસિંહ અટોદરીયા,પ્રાંત અધિકારી મનીષા માનાણી,એસ.ટી ડેપોના વિભાગીય નિયામક સંજય જોષી,ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસ.ટી.વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભોલાવ એસ.ટી ડેપો ખાતે નવનિર્મતિ થનાર ૧૪ કરોડના ખર્ચે બનનાર અદ્યતન વર્કશોપ અને ટાયર પ્લાન્ટ દ્વારા એસ.ટી નિગમની બસો માટેના ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદ્રઢ બનશે જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થવા સાથે મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોની જાળવણી પણ યોગ્ય થઈ શકશે.




