નર્મદા જિલ્લાકક્ષાનો ૭૭મો પ્રજાસત્તાક પર્વ ગરૂડેશ્વર તાલુકા મથકે SSNNL ગ્રાઉન્ડ ખાતે ઉજવાશે

SHARE:

– જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા સાથે રિહર્સલ યોજાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી ગરૂડેશ્વર તાલુકાના SSNNL ગ્રાઉન્ડ-એકતાનગર ખાતે સોમવારે સવારે ૯ કલાકે યોજાશે. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપશે. તે પૂર્વે આજે શનિવારના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની ઉપસ્થિતિમાં પૂર્ણ ગણવેશ રિહર્સલ યોજાયું હતું.વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.  

એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળાની પાછળ આવેલા SSNNL ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમના રિહર્સલમાં જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ સાથે પરેડનું નીરિક્ષણ કર્યું હતું.જિલ્લા પોલીસની ગુના શોધક ટીમનો ડોગ શો યોજાયો હતો.ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાની વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન બાદમાં વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનારા કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને મંત્રીશ્રીના હસ્તે ૨૬મી જાન્યુઆરી-૨૦૨૬ના રોજ સન્માનિત કરવામાં આવશે.સાથો સાથ વન્દે માતરમની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે તેનું કાર્યક્રમ સ્થળે ગાન કરવામાં આવશે.કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે શનિવારે યોજાયેલા પૂર્ણ ગણવેશ રિહર્સલમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ અને નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડએ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.સમગ્ર ઉજવણી સૂચારુ રીતે દેશભક્તિના માહોલમાં યોજાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!