ભરૂચ રૂંગટા વિદ્યાભવન ખાતે પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

SHARE:

ભરૂચ,

રૂંગટા વિદ્યા ભવન ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી કરવામાં આવી હતી.ત્યાર બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસર દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યો હતો.

આ પ્રસંગે ફિલ્મ નિર્માતા, નિર્દેશક તથા લેખક સૌરભ પાંડેની વિશેષ હાજરી રહી હતી.મધુસૂદન રૂંગટાએ બંધારણના મૂલ્યો, લોકશાહી પ્રણાલી અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. અતિથિ શ્રી સૌરભ પાંડેએ વિદ્યાર્થીઓને બંધારણીય મૂલ્યો અપનાવી જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી.જેમાં દેશભક્તિ ગીતો, સમૂહ નૃત્ય, નાટિકા અને કાવ્યપાઠનો સમાવેશ થયો હતો.દરેક રજૂઆતમાં ભારતની સંસ્કૃતિ, એકતા અને દેશપ્રેમની સુંદર અભિવ્યક્તિ જોવા મળી.

કાર્યક્રમના અંતે સૌને દેશ માટે સકારાત્મક યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.રૂંગટા વિદ્યા ભવન ખાતે યોજાયેલી પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારતીય બંધારણના આદર્શો અને રાષ્ટ્રીય ભાવનાને સમર્પિત એક યાદગાર પ્રસંગ બની રહી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!