શ્રી ગુજર લેઉવા પાટીદાર સમાજ અંકલેશ્વર-ભરૂચનો ૨૬ મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

SHARE:

– કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ખોડલધામ સમિતિ સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયા ખાસ ઉપસ્થિત રહ્યા 

(જયશીલ પટેલ,ઝઘડીયા)

શ્રી ગુજર લેઉવા પાટીદાર સમાજ અંકલેશ્વર-ભરૂચ દ્વારા ૨૫ જાન્યુઆરીના રોજ ૨૬ મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તેમજ મંડળના સલાહકાર તથા સમાજના ઉપાધ્યક્ષ સુભાષભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દભોદન કરવામાં આવ્યું હતું.‌આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી એવા પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ કથરિયા,મોજે દરિયા ફિલ્મના એક્ટર ખુશીબેન,ભરૂચ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુનીબેન તથા ડૉ.વિલાસભાઈ પટેલ વડોદરા મંડળના પ્રમુખશ્રી સંદિપભાઈ, vsggm ના સહ ખજાનચી રાજેન્દ્રભાઈ, શ્રી ખોડલધામ સમિતિ તાપી જિલ્લા ટીમ હજાર રહી હતી.

આ સાથે સમાજના ધો.૧ થી ૧૨ મા પ્રથમ આવનાર તેજસ્વી તારલાઓનું સમ્માન કરવામાં આવ્યુ હતુ. સ્વ.કાશીબેન ગિરધરભાઈ પટેલના સ્મરણાર્થે મોહનભાઈ પટેલના હસ્તે વિવિધ ૩ એવોર્ડ આપવામાં આવ્યા હતા.તેમજ કાર્યક્રમમાં ફેન્સી ડ્રેસ, લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ પટેલ દ્વારા મંડળનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.અલ્પેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આપણા સમાજના બાળકો જેમ બને તેમ ઉચ્ચ શિક્ષણ અને સારી નોકરી મેળવી જીવનમાં પ્રગતિ કરી આગળ વધે તેવી વિગતવાર માહિતી આપી.સમાજના લોકો સમાજમાંજ લગ્નનો કરે એવો આગ્રહ કર્યો સાથે વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવાની વાત કરવામા આવી, સાથે સમાજના સ્નેહમિલન કાર્યક્રમ રાખવાથી ઘણા ફાયદાઓ થાય છે અને સમાજની એકતા રહશે તો જ આપણે આગળ વધીશું.

કાર્યક્રમ દરમ્યાન મંડળના પ્રમુખ મોહનભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આપણો સમાજ વ્યસન મુકત બનાવવો હોય તો બહેનોએ સક્રિય ભૂમિકા ભજવી શકે છે.નોકરી ધંધાના અર્થે સમાજના ભાઈઓને કોઈ આકસ્મિક સંજોગોમાં મદદ મળી રહે તે યુવાનોને જોડાય રહે તે કહેવામાં આવ્યું તેમજ મંડળ દ્વારા સમાજ માટે હોલ લેવામાં આવ્યો છે જેની માટે લોકોને દાન આપવાની દાતાઓને હાકલ કરવામાં આવી હતી.સાથે નર્મદા જિલ્લાને પણ ભરૂચમાં સમાવેશ કરવાની મોહનભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી, સાગબારા વિસ્તાર પરિસરની જવાબદારી ડી.કે.પટેલ અને કન્વીનર તરીકે પ્રકાશભાઈ એસ.પટેલ અને પ્રદીપભાઈ જી પટેલની નિમણુંક કરવા આવી હતી.સ્નેહ મિલનનું તમામ આયોજન મોહનભાઈ અને તમામ કમિટી મહેનત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે મંડળના કાર્યકારી પ્રમુખ પ્રકાશભાઈ અને અંદાડા ટીમ દ્વારા કાર્યક્રમ માટેની જે જવાબદારી લેવામાં આવી હતી તે સહારનીય હતી. કાર્યક્રમમાં નારાયણભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ૩ હજારથી વધુ સમાજના ભાઈઓ અને બહેનો તથા યુવા મિત્રો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન સુંદર ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Oplus_131072
BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!