કેન્દ્ર સરકારની મોદી સરકારમાં રજૂ થયેલ બજેટને આવકારતું નર્મદા ભાજપા : પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટને આવકાર્યું

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે બજેટ સત્રમાં કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા ૯મુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ થી સત્તામાં છે.૨૦૧૪ થી ૨૦૨૬ સુધી ભાજપ દ્વારા ૧૪ બજેટ લોકસભામાં મુકવામાં આવ્યા છે.જેમાં નિર્મલા સીતારમન દ્વારા ૯,અરુણ જેટલી દ્વારા ૪ અને પીયૂસ ગોયેલ દ્વારા ૧ એમ કુલ ૧૪ વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જો વર્ષ ૨૦૨૬ માં રજુ કરવામાં આવેલ બજેટને ભાજપા આગેવાનોએ બજેટને  આવકાર્યું હતું અને બજેટને પ્રજાલક્ષી અને વિકાસ લક્ષી બજેટ ગણાવ્યું હતું.

ખાસ તો મોટા પ્રવાસન સ્થળો પર ૧૦ હજાર ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરાશે,કેન્સરને લગતી ૧૭ જેટલી દવાઓની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો,ગંભીર રોગોની ૭ અન્ય દવાઓની ખરીદી પર કરમાં રાહત,રૂ. ૨૦ લાખથી ઓછી વિદેશી સંપતિ વિશે જાણકારી ન આપવા પર કોઈ દંડ નહીં,દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થશે જેવી અનેક મહત્વ ની બાબતો આ બિલ માં મુકવામાં આવી છે.જેને પ્રજાલક્ષી ગણાવ્યો હતો.આજે કમલમ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ,જિલ્લા પંચાયત નર્મદા ના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી,જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ,જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી,રાજપીપલા શહેર પ્રમુખ અજિત પરીખ, તિલકવાડા તાલુકાના પ્રમુખ ગૌરાંગ બારીયા, સાગબારા તાલુકાના પ્રમુખ રોહન વસાવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બજેટ નિહાળ્યું હતું.સાંસદ મનસુખ વસાવા અને સાંસદ જશુભાઈ રાઠવા આજે રજૂ કરાયેલા બજેટ દરમ્યાન લોકસભામાં હાજરી આપી હતી અને બજેટને આવકાર્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!