વાગરા તાલુકામાં કામદારોને જોખમી રીતે આઈસર ટેમ્પામાં લઈ જવાતા સુરક્ષા સામે સવાલો!!!

SHARE:

– ટેમ્પામાં ઘેટાં બકરાની જેમ કામદારોને ભરી કંપનીમાં લઈ જવાતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ

ભરૂચ,

વાગરા તાલુકામાં કામદારોને જોખમી રીતે આઈસર ટેમ્પામાં ઘેટાં બકરાની જેમ ભરી કંપનીમાં કામ અર્થે લઈ જવાતા સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને આઈસર ટેમ્પામાં જોખમી રીતે પરિવહન કરવાના દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જગાઈ છે.વાયરલ વીડિયોમાં કંપનીમાં કામ કરતા મજૂરોને આઈસર ટેમ્પામાં ખીચોખીચ અને અસુરક્ષિત રીતે લઈ જવાતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે,જ્યાં ન તો યોગ્ય બેઠક વ્યવસ્થા છે અને ન તો કોઈ સુરક્ષા સુવિધા.

રોજિંદી મજૂરી પર આધારિત કામદારોને નિયમો અને સુરક્ષા ધોરણોની અવગણના કરીને પરિવહન કરાતું હોવાનો ગંભીર આરોપ ઉઠી રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો ગંભીર જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં.

માનવ સુરક્ષા અને શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન છતાં કાર્યવાહી ન થવાથી પ્રશાસનની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે.હવે જનતા સત્તાવાળાઓ તરફ આશા રાખી રહી છે કે તેઓ તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કર મજૂરોની સલામતી સુનિશ્ચિત કરે તેવી આશા રાખી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!