એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભરૂચની ખનક પટેલે સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું

SHARE:

ભરૂચ,
ભારતના રમત જગત માટે ગૌરવની વાત છે કે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલએ પંજાબ, ભારત ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમ્યાન યોજાયેલી 2nd એશિયન જુનિયર સોફ્ટ ટેનીસ ચેમ્પિયનશીપમાં ડબલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે.
આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો.એવી કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખનક પટેલે પોતાની અવિરત મહેનત, શિસ્ત અને ઉત્તમ રમતકૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ, રાજ્ય તેમજ ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ ખેલાડી લવ ઓલ ટેનીસ એકેડમી  ખાતે ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહી છે.એકેડમીના કોચીસના માર્ગદર્શન અને ખેલાડીઓની મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે.શૈક્ષણિક રીતે ખનક પટેલ હાલમાં માં કિવન ઓફ એન્જલ શાળામાં અભ્યાસ કરી રહી છે. આ ખેલાડી અભ્યાસ સાથે રમતગમતમાં શ્રેષ્ઠ સંતુલન જાળવીને આગળ વધી રહ્યા છે, જે અન્ય વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.
ખનક પટેલ આ સિદ્ધિથી તેમના કોચીસ, પરિવારજનો તેમજ સમગ્ર રમતપ્રેમી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.આ સફળતા આવનારા સમયમાં ભરુચ જિલ્લાના વધુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે પ્રેરણા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે.
શાળાના આચાર્ય તેમજ કોચ દ્વારા ખનક પટેલ ને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!