ભરૂચ,
ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત દ્ધારા ૧૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રવેશદ્વારનું આજરોજ સરપંચ,ડેપ્યુટી સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગામમાં આકર્ષક પ્રવેશદ્ધાર બનાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી.જે રજુઆતને ધ્યાનમાં રાખી પંચાયત દ્ધારા સ્વ ભંડોળ માંથી રૂપિયા ૧૦ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હતો.જે પ્રવેશ દ્વારનું આજરોજ ગામના સરપંચ નિમિશા પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા આ પ્રસંગે ગામના તલાટી તેમજ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રવેશદ્વારનું ખાતમુર્હત કર્યા બાદ વહેલી તકે પ્રવેશદ્વાર તૈયાર થશે જેથી આગામી દિવસોમાં તેનું લોકાર્પણ અને નવનિર્માણ પામેલ પંચાયતના ઘરનું પણ ભવ્ય લોકાર્પણ કરવામાં આવનાર છે જેથી ગ્રામજનોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.




