(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ભાણખેતર ગામે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય નુતન મંદિર તૈયાર કરવામાં આવેલ છે.જેમાં રામ, શ્યામ, ઘનશ્યામ તથા હનુમાનજી ગણેશજીની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન સંતો મહંતોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
ભાણખેતર ગામના દિલીપભાઈ છોટાભાઈ પટેલના પિતા છોટાભાઈ પટેલની ગામમાં ભવ્ય રામ મંદિર બનાવવાની ઈચ્છા હતી.તે આજના કળિયુગમાં પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરતા દિલીપભાઈ પટેલ ના સ્વ દ્રવ્યથી ભવ્ય નૂતન રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને મંદિરમાં અયોધ્યા ની યાદ અપાવે તેવી ભવ્ય રામચંદ્રજીની મૂર્તિ સાથે કૃષ્ણ ભગવાન,ઘનશ્યામ મહારાજ સહિત ગણપતિજી, હનુમાન દાદાની મૂર્તિઓની ધાર્મિકતા ભર્યા વાતાવરણમાં દ્વિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી યજ્ઞ પૂજા ષોડશોપચાર વિધિ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચાર સાથે કરવામાં આવી હતી.જેમાં 11 જેટલા જોડાઓએ પૂજા વિધિ નો લાભ લીધો હતો અને સાંજે યજ્ઞ નું બીડું પૂ.ભક્તિ સ્વામી, પૂ .કેશવ સ્વામી, પૂ .મુક્ત સ્વરૂપ દાસ સ્વામી ના હસ્તે તથા મુખ્ય યજમાન દિલીપભાઈ પટેલ સહિત યજમાનો દ્વારા શ્રીફળ હોમવામાં આવ્યુ હતું.ત્યાર બાદ દાતાશ્રીઓનું સન્માન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે સંતોએ આશિષ પ્રદાન કરતાં જણાવ્યું હતું કે પ્રસિદ્ધ પૌરાણિક ગામ ભાણખેતરની પાવન ભૂમિમાં સાક્ષાત ભગવાન નૂતન મંદિરમાં બિરાજમાન થયા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન અને આજના દિવસનો અનેરો મહિમા હોય છે આજના દિવસે કરેલા સંકલ્પો પૂર્ણ થાય તન મન ધન થી સુખિયા થવાય છે તેમ કહી પ્રતિષ્ઠા દર્શનનો મહિમા સમજાવ્યો હતો આ જગ્યા એ આવી દર્શન કરે તેને અયોધ્યા વૃંદાવન છપૈયા જેટલું પુણ્ય પ્રાપ્ત થશે યજ્ઞ પૂજા વિધિ નો મહિમા સમજાવ્યો મુખ્ય યજમાન સહિત ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.




