શેરબજાર અને એવીએટર ગેમમાં દેવું વધી જતા અંકલેશ્વરમાં ભાડાના મકાનમાં લેબ ઉભી કરી MD ડ્રગ્સ બનાવતા કેમિસ્ટની અટકાયત

SHARE:

– ૭૪.૮૮ ગ્રામ ડ્રગ્સ અને મોબાઈલ મળી કુલ ૨,૪૪,૬૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ,

અંકલેશ્વર GIDC સિદ્ધ કો.ઓ.હા.સોસાયટીમાં ભાડાના મકાનમાં રોસોડામાં લેબ ઉભી કરી MD ડ્રગ્સ બનાવતા એક ઈસમની ભરૂચ SOG પોલીસે ૭૪.૮૮ ગ્રામ ડ્રગ્સ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવાથી અહીં અનેક કેમિકલ સહીત ફાર્મા કંપનીઓ ધમધમી રહી છે અને ફાર્મા કંપનીઓ માંથી અગાઉ ડ્રગ્સ સહીત તેનું રો મટીરીલયસ સાથે અનેક ગુનેગારો ઝડપાઈ ચુક્યા છે જેને લઈને ભરૂચ જીલ્લો તેમજ અંકલેશ્વર ડ્રગ્સને લઈને વારંવાર ચર્ચામાં આવતું હોય છે.ત્યારે ગત રોજ ભરૂચ SOG એ મોટી કાર્યવાહી કરી હતી.જેમાં મૂળ જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વીરપુરનો અને છેલ્લા આઠ વર્ષથી પરિવાર સાથે અંકલેશ્વર GIDC માં આવેલ સિદ્ધ કો.ઓ.હા સોસાયટીના બી બ્લોકના ૩૦૧ મકાનમાં ભાડે રહેતા અને ફાર્મા કંપનીમાં ફરજ બજાવતા અનિલ રાખોલીયાને ત્યાં બાતમીના આધારે દરોડા પાડતા મકાનમાં ગેરકાયદેસર રીતે કલેન્ડેસ્ટાઈન લેબ ચલાવી ગેરકાયદેસર રીતે અલગ અલગ રસાયણનું મિશ્રણ કરી નશાકારક માદક પદાર્થનું ઉત્પાદન કરો છો અને હાલ પણ તમારી પ્રવૃતિ ચાલુ છે તે મ જણાવતા તેણે પ્રથમ ના પાડેલ ત્યાર બાદ યુક્તિ પ્રયુક્તિથી તેની પુછપરછ કરતા જણાવેલ કે માસ્તર બેડરૂમના ટોઈલેટમાં રાસાયણીક સાધનો તેમજ લેબોરેટરી ઈન્સ્ટુમેન્ટના ઉપયોગથી ગુગલ પરથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની પ્રોસેસ જોઈ અલગ અલગ રસાયણો પ્રોસેસ કરી બનાવતો હોવાનુ જણાઈ આવ્યું હતું.પોલીસે ૭૪.૮૮ ગ્રામ કિંમત રૂપિયા ૨.૪૪ લાખનું ડ્રગ્સ અને મોબાઈલ મળી કુલ ૨,૪૪,૬૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીન હાથધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ રાખોલીયા શેરબજાર અને ઓનલાઈન ગેમમાં દેવું વધી જતા તેને છેલ્લા આઠ મહિનાથી ડ્રગ્સ બનાવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!