પંચમહાલ – શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મંદિર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક : ખોટા રિવાજો અને ખર્ચા દુર કરવા અંગે એક સુર

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સમાજની સમાજસુધારણા સભાનું આયોજન કરવામા આવ્યું હતુ.તાલુકાના 12 થી વધુ ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને  સામાજીક પ્રંસગોમાં થતા ખોટા ખર્ચાઓને લઈને ચર્ચા વિચારણા કરી તેને દુર કરી આર્થિક પાયમાલી માંથી બચવા અંગે સુચનો પણ કરાયા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા સામાજીક સુધારણા અભિયાન અંતર્ગત ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોમા જાગૃતિ આવી રહી છે.ક્ષત્રિય સમાજની આ સામાજીક પહેલ ધીમે ધીમે અન્ય ગામોમા  ગુલાબની મહેકની જેમ પ્રસરી રહી છે.હાલની વધતી જતી મોંઘવારી, સોનાચાંદીના વધતા ભાવને કારણે લગ્ન સહિતના પ્રંસગો કરવા મુશ્કેલીનો સામનો  કરવા સમાન થઈ રહ્યા છે.ખર્ચા તેમજ રિવાજો જેના કારણે પ્રસંગ ઉજવનારા સમાજના વ્યક્તિને આર્થિક ભારણને સામનો કરવો પડે છે.તેને દુર કરવા અંગે અગ્રણીઓ યુવાનો એક થઈને જરુરી ચર્ચા વિચારણ કરી રહ્યા છે.ગ્રામીણ વિસ્તારોમા પણ હવે ગામ લોકો જાતે મિટીગં કરીને બંધારણ નક્કી કરી રહ્યા છે.શહેરા તાલુકા પાલીખંડા ગામે આવેલા મરુડેશ્વર મહાદેવના મંદિર ખાતે 12 જેટલા ગામોના અગ્રણીઓની સામાજીક સુધારણા અંતર્ગત મિટીંગ મળી હતી.ખાસ કરીને લગ્નમા થતા ખોટા ખર્ચાથી બચવા સમુહ લગ્નો પોતાના ગામોમા જ આયોજીત કરવા પર ખાસ ભાર મુકાયો હતો.લગ્નમા થતા કપડા વહેવાર પર પ્રતિંબધ રાખીને ઘરમાલિકને રોકડમા વ્યવહાર કરવા સહિતના સુચનો કરવામા આવ્યા હતા.જેમા પાલીખંડા,જાલમ બારિયાના મુવાડા, વાંટાવછોડા, સલામપુરા,હાંસાપુર, લાભી, ભદ્રાલા, ધાંધલપુર, મીઠાપુર,ખરેડીયા, મીઠાપુર,આંકેડીયા, ગમન બારિયાના મુવાડા, હોસેલાવ,પટિયા, સંભાલી ,અણિયાદ સહિતના ગામોના અગ્રણીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!