ભરૂચ,
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનાર હોળી-ધુળેટી અને હાલમાં ચાલી રહેલા રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હોળી અને ધુળેટી તહેવારને લઈને જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે શહેરમાં શાંતિમય માહોલમાં દરેક લોકો તહેવારો ઉજવી શકે તે માટે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ આર.એમ. વસાવાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં હોળી ધૂળેટીના તહેવારોમા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા તમામ સભ્યોને અપીલ કરી હતી. આ સાથે હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જાળવવા માટે પણ જણાવ્યું હતું.જ્યારે શાંતિ સમિતિમાં હાજર સભ્યોએ પણ એક બીજા સાથે ભાઈ ચારા સાથે તહેવાર ઉજવવા માટે બાહેંધરી આપી હતી.જેમાં દરેક પોલીસ ચોકીના થાણા પીએસઆઈ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પીઆઈ આર.એમ.વસાવાએ શાંતિ સમિતિના સભ્યો વતી લોકોને અપીલ કરી હતી કે,હાલમાં જ સીઝરો બનીને લોકોને હપ્તા ભરવા ધાક ધમકી આપી રૂપિયાની વસૂલાત કરતા હોય છે આવી કોઈ સત્તા તેમની પાસે હોતી નથી જેથી આવા લોકો જો કોઈને હેરાનગતિ કરે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જેથી આવા તત્વોને ડામી શકાય છે.




