– સગીરા સાથે દુષ્કર્મ કરી અર્ધી રાત્રીએ ભાગેલો નરાધમ નજીક લાગેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થતાં પોલીસે સી.સી.ટી.વી ફુટેજ મેળવી ધરપકડ કરી
– સગીરાના માતા–પિતા ઉંઘતા રહ્યા અને નરાધમ દરવાજા વિના અને એક દિવાલ વગરના ઘરમાં ઘુસી સગીરા ઉપર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતાં સગીરાએ બુમો પાડતાં નરાધમ જીવ લઈ ઘરમાંથી ભાગ્યો
– ભરૂચની ઝુપડપટ્ટીમાં શ્રમિક પરિવારની સગીરાઓ પણ નથી સુરક્ષિત ભોગ બનેલી સગીરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ઝુપડામાં રહેતાં ગરીબ પરિવારની સગીર વયની દિકરીઓ પણ સુરક્ષિત રહી નથી તેવો એક ચોકાવનારો કિસ્સો સામે આવતાં આ કિસ્સામાં સગીરા દરવાજા અને એક દિવાલ વગરના ઝુપડામાં માતા–પિતા સાથે ઉઘતી સગીરાના ઘરમાં નરાધમે ઘુસી સગીરાની બાજુમાં ઉંઘી તેણી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતાં સગીરા બુમ બરાડા પાડતાં માતા–પિતા જાગી જતાં નરાધમ ઘરમાંથી ભાગી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સી.ડિવીઝન પોલીસે બળાત્કાર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, પોકસો તેમજ જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ કરી સગીરાને સારવાર અર્થે ખસેડી નરાધમને ઝડપી પાડયો છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેર સી ડિવીઝન પોલીસ મથકની હદમાં આવેલ એક ઝુપડપટ્ટીમાં એક ઝુપડું કે જેમાં મુખ્ય દરવાજો ન હોય અને પાછળની ઘરની દિવાલ પણ ન હોય અને માત્ર તાડપત્રી બાંધેલી હોય તેવા મકાનમાં માતા–પિતા સાથે રહેતી માત્ર ૧૧ જ વર્ષથી સગીરા રાત્રીના ઘરમાં ઉંઘતી હોય અને મચ્છરો વધુ હોવાના કારણે ઘરમાં મચ્છરોને ભગાડવા ધુમાડા કર્યા હોય જેથી સગીરાના માતા–પિતા ધાબડો (કબ્બલ) ઓઢીને ઉંઘી ગયા હોય તે વેળાએ રાત્રીના ૧ થી ર વાગ્યાના ગાળામાં નરાધમ પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર સગીરાના ઝુપડાનો ઘરનો દરવાજો ન હોવાનો તેમજ ઘરમાં વીજ કનેકશન ન હોવાનો ગેરલાભ ઉઠાવી પાડોશી નરાધમ ઘરમાં પ્રવેશી સગીરા સાથે શારીરિક અડપલા કરી તેણીની સાથે ગૃપ્તાંગોમાં અડપલા કરી સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરી દુષ્કર્મ કર્યું હોય અને સગીરાએ બુમ બરાડા પાડતાં નરાધમ પિયુષ ઉર્ફે પિયા પરમાર વિસ્તાર અને ઘરમાં અંધારપટનો લાભ લઈ ભાગી જતાં ઝુપડા નજીક અન્ય સ્થળે લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં આરોપી કેદ થયો હોય જેથી સગીરાના પિતાએ તાબડતોબ નજીકના પોલીસ સ્ટેશનમાં દોડી જઈ ફરીયાદ નોધાવતાં પોલીસે પણ નરાધમ સામે બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, પોકસો સહિતની કલમ હેઠળ ફરીયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલીક નરાધમ આરોપીને પણ ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ પણ આરંભી છે. જો કે નરાધમ બુટલેગરનો સાગરીત હોય અને સગીરાના પિતાએ ફરીયાદ કર્યા બાદ તેના ઘરે જઈને પણ અસામાજિક તત્વોએ ઝઘડો કરી ધમકાવ્યા હોવાની બુમો વચ્ચે પીડીત પરિવારે રાત્રીએ ૧૧ર ઉપર ફોન કરીને પણ પોલીસ પાસે મદદ માંગી હોય ત્યારે નરાધમ અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવો પોલીસ માટે જરૂરી બની ગયો છે.
ભોગ બનનાર ૧૧ વર્ષની હોવાનું પોલીસ ફરીયાદમાં દર્શાવ્યું છે પરંતુ તેનું આધાર કાર્ડ તપાસવામાં આવતા જાન્યુઆરી ર૦૧૮નો જન્મ દર્શાવેલ હોવાના કારણે તેની સાચી ઉંમરમાં તે હાલ ૮ વર્ષની હોવાનું સામે આવ્યું છે. ૮ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ર૭ વર્ષીય નરાધમ સામે વિસ્તારમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.




