વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે માંગરોળ ગામે ગ્રાહકનું અનોખું સન્માન 

SHARE:

– 40 વર્ષના જુના ગ્રાહકનું શાલ ઓઢાડી,ટ્રોફી એવોર્ડ આપી 5000 રોકડા આપી ગ્રાહકનું સાચું સન્માન કરાયું 

 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે નર્મદાના માંગરોળ ગામે આવેલ અનાજ કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા 40 વર્ષ જુના આદર્શ ગ્રાહકનું શાલ ઓઢાડી ટ્રોફી એવોર્ડ આપી 5000 રોકડા આપી ગ્રાહકનું સાચું સન્માન કર્યું હતું.

આજે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસછે. આજના દિવસે નર્મદાના માંગરોળ ગામે આવેલ અનાજ કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મહેન્દ્રભાઈ પ્રજાપતિને ત્યાં છેલ્લા 40 વર્ષથી લક્ષ્મણ તડવી નામનો નિયમિત કાયમી આદર્શ ગ્રાહક બન્યો છે. જે અત્યંત પ્રામાણિક અને વિશ્વાસુ ગ્રાહક તરીકે 40 વર્ષથી એક ધારા ગ્રાહક બની દુકાનદાર તરીકે પ્રેમનો નાતો બંધાયો છે.જેના અનુસંધાને આજે મહેન્દ્ર કાકાએ આ ગ્રાહકનું ખાસ વિશેષ અનોખું સન્માન કર્યું હતું.ગ્રાહક લક્ષ્મણ તડવીને શાલ, ઓઢાડી,ટ્રોફી આપી 5000 રોકડ રકમઆપી ગ્રામજનો અને ગ્રાહકો ની ઉપસ્થિતિમાં અનોખું સન્માન કરી ગ્રાહક વંદનાનો અનોખો કાર્યક્રમ  યોજ્યો હતો.

આ સન્માન કોઈ સમારંભમાં નહી,પરંતુ સાદગીથી દુકાને જ ગ્રામજનો અને ગ્રાહકોની હાજરીમા એવોર્ડ અર્પણ કરી સાચા ગ્રાહક નું સન્માન કર્યું હતું.ગ્રાહક બહેરા હોવાથી તેમના દીકરા વિક્રમ તડવીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે 40 વર્ષ પહેલા સૌ પ્રથમ ગ્રાહક નું પણ શાલ ઓઢાડી સન્માન કરી ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વારા ગ્રાહક વંદના કરી ગ્રાહકનું સાચું સન્માન કરવાનો અનોખો પ્રસંગ માંગરોલ ગામે યોજાયો હતો. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!