ભરૂચ,
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભરૂચ અને ઈએમઆરઆઈ ગ્રીનહેલ્થ સર્વિસ માટે નવા ૧ ધનવંતરી આરોગ્ય રથ તથા ગુજરાત લેબર વેલફેર બોર્ડના ૧ નવા મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ધન્વંતરિ આરોગ્ય રથ બાંધકામ સાઇટ અને કડિયાનાકા પર બાંધકામ શ્રમિકોને નિશુલ્ક દવા જેવા કે તાવ, સર્દી, ખાંસી, સગર્ભાબેનની તપાસ જનરલ ચેકઅપ લેબોરેટરી લોહીના ટેસ્ટ નિશુલ્ક કરી આપવામાં આવે છે.ભરૂચ જિલ્લામાં ૮ ધનવંતરી રથ કાર્યર હતા.આજે નવા રથને લીલીઝંડી આપવામાં આવી હતી.આ રથ ભરૂચ જિલ્લાના બાંધકામ શ્રમિકો અને કડિયાનાકા ઉપર આરોગ્યની સુવિધા પૂરી પાડે છે.
આ તકે જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ આરતીબેન પટેલ, કારોબારી સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી,આરોગ્ય કમિટીનાં ચેરમેન અનિલભાઈ વસાવા, જંબુસર તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતિનભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગીકલ્યાણ બોર્ડનાં નિરિક્ષક પી.કે.પટેલ તથા પ્રોજેક્ટ મેનેજર કીંજલબેન પટેલ હાજર રહ્યા હતા.




