ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લા માંથી વંદનાબેન ભટ્ટ વિજેતા થતા ભવ્ય સરઘસ નીકળ્યું 

SHARE:

– ગુજરાત બાર કાઉન્સિલમાં વંદના ભટ્ટની ભવ્ય જીત : જનરલ કેટેગરિમા 18 પૈકી 14માં ક્રમે  વિજેતા થયા 

– મહિલા અનામત કેટેગરીની મતગણતરીમાં વંદના ભટ્ટ 5 માંથી 2જા ક્રમે આગળ રહ્યા 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાત બાર કાઉન્સિલ ની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લા ને પ્રભુત્વ નર્મદા બાર પ્રમુખ તરીકે સતત 12 વખત ચૂંટાયેલા વંદનાબેન ભટ્ટ બાર કાઉન્સિલમાં  પણ મેદાન મારી ગયા છે.ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં 18 પૈકી 14 માં ક્રમે મતગણતરીમાં વંદના ભટ્ટ વિજેતા થયા છે.

વંદનાબેન આઈ. ભટ્ટ ભવ્ય બહુમતી સાથે વિજયી થયા છે.કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગી માંથી જેમાં જનરલમાં 18 અને મહિલા અનામત માં 5 બેઠકોની પસંદગી થવાની હતી.આ પ્રક્રિયામાં વંદનાબેનને 2,03,002 કરતાં વધુ મતમૂલ્ય પ્રાપ્ત થયું છે. જેમાં વંદના ભટ્ટ 18 નંબર માંથી 14 નંબર પર વિજેતા થયા છે.

છેલ્લા 25 વર્ષ ઊપરાંત થી ભરૂચ–નર્મદા જિલ્લા માંથી પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.ખાસ નોંધનીય બાબત એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે.

વંદનાબેન આઈ. ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. વંદનાબેને જણાવ્યું હતું કે આ જીત  માત્ર મારી એક વ્યક્તિની નથી, પરંતુ નર્મદા જિલ્લાના તમામ વકીલમિત્રોની એકતા,વિશ્વાસ અને અડગ સંકલ્પની જીત છે.જિલ્લાના તમામ તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ એકમતથી પોતાના ઉમેદવારને સમર્થન આપ્યું અને આજે તેના ગૌરવપૂર્ણ પરિણામ સ્વરૂપે આ ભવ્ય વિજય પ્રાપ્ત થતા સૌએ શુભકામના પાઠવી છે.રાજપીપલા હરસિધ્ધિ મન્દિરેથી માતાજીના આશિર્વાદ લઈ ખુલ્લી જીપમાં વાજતે ગાજતે સ્કૂટર બાઈક અને કાર રેલી સાથે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!