– માર્ચ મહિના માં 34 જેટલા કેસો આપના ઉમેદવાર પર કરવામાં આવ્યા છે : ચૈતર વસાવા
– ભાજપ અમારાથી ડરી ગઈ છે જેથી આવા કેસો કરાવી રહ્યું છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે રાજપીપલા ખાતે ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ બોલાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને મોટો ગંભીર આરોપલગાવ્યો હતો.જેમાં ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી ના અલગ અલગ કાર્યકર્તાઓ પર ખોટા કેસો કરવામાં આવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે માર્ચ મહિના માં 34 જેટલા કેસો આપના ઉમેદવાર પર કરવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અમારાથી ડરી ગઈ છે જેથી આવા કેસો કરાવી રહ્યું છે.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ છે.
ગુજરાતના અલગ જિલ્લામાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અને કાર્યકર્તાઓ પર 34 જેટલા ખોટા કેસો કર્યાછે જેમાં સેમ પેટર્ન પ્રમાણે જુદા જુદા મુદ્દાઓ ઉભા કરી ખોટા કેસો કરવામાં આવ્યું છે.આપ ના કાર્યકરો પર કેસો કરાયાં છે જે સરકારના ઈશારે પોલીસ કેસ કરી રહીહોવાનો આરોપ લગાવ્યો હતો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી મુદ્દે ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવી ધમકાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તેમના ઘરે જઈને તેમને ડરાવા ધમકાવવામાં આવે છે.અમે ગુજરાતની પોલીસને કહેવા માગીએ છે કે આમ આદમી પાર્ટી આંદોલનકારી પાર્ટી છે.અમે ગુજરાતની જનતાના ન્યાય માટે લડીએ છીએ.અમે ક્યારેય આવી ખોટી એફઆઈઆરઓ ખોટા કહેશો કે ખોટી જેલો થી ડરવાના નથી.




