ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા ૨૬ વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદીને જેલ મુક્ત કરાયો

SHARE:

ભરૂચ,

હિમાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા કાસુભાઇ ભલાભાઈ હઠીલાનાઓ સામે ઇ.સ.૧૯૮૬ માં ફરજ દરમિયાન ઈ.પી.કો. કલમ -૪૬૦.૩૪ મુજબ ગુનો દાખલ થતા નામ. એડી.સેસન્સ કોર્ટ, કાંગરા, ધરમશાળા, હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ. જે સબબ ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા ૨૬ વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી ૩૫૩૫૫- કાસુભાઈ ભલાભાઈ હઠીલાનાઓ સરકારશ્રીના નક્કી કરેલ ધારા-ધોરણો મુજબ વહેલી જેલમુક્તિ માટે પાત્રતા ધરાવતા હોય બી.એન.એસ.એસ.ની કલમ-૪૭૩ મુજબ મજકુર કેદીની વહેલી જેલમુક્તિ માટે જેલ અધિક્ષક ભરૂચ દ્વારા સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડી.જી. પ્રિઝન,સિમલા (હિમાચલ પ્રદેશ) ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકુર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહવિભાગ, હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા બાકીની સજા માફ કરીને શરતોને આધિન વહેલી જેલમુક્તિનો આદેશ કરતા ઈ.ચા.અધિક્ષક એન.પી.રાઠોડ દ્વારા જેલ મુકત કરવામાં આવેલ છે.સારા અને ઉજજવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુકત થતા પરીવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયેલ અને છુટયા બાદ પરીવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!