ભરૂચ,
ભરૂચ જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત ૫૫૩ જેટલા કર્મચારીઓએ ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી.તાલીમ દરમ્યાન મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ મશીનનો ઉપયોગ, મતદાન દરમ્યાનની જવાબદારીઓ તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા અંગે માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમણે પ્રેક્ટિકલ સમજ સાથે ચૂંટણી કામગીરીને સરળ અને પારદર્શક રીતે પાર પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે આવી તાલીમો અત્યંત મહત્વપૂર્ણ છે અને તમામ કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક તાલીમનો લાભ લીધો છે.




