નેત્રંગમાં ભાજપને મોટો ફટકો : તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સરોજબેન વસાવા કોંગ્રેસમાં જોડાયા

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અગાઉ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના પૂર્વ સભ્ય સરોજબેન વસાવાએ કેસરીયો છોડીને પંજાનો સાથ પકડતા રાજકીય વાતાવરણ ગરમાવો જોવા મળ્યો હતો.

નેત્રંગ તાલુકામાં ફરી એકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.સરોજબેન વસાવા અને તેમના પતિ સુરેશભાઈ રેવાદાસ વસાવા વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્ર વસાવા અને કોંગી આગેવાન શેરખાન પઠાણના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા.

 કોંગ્રેસ પ્રવેશ કરતા સુરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેમની પત્ની પાંચ વર્ષ સુધી ભાજપ માંથી તાલુકા પંચાયત સભ્ય હતી અને આ વખતે ટિકિટ ન આપી તેમજ કાકડકુઈના ઉમેદવારને અમારી બલદવા બેઠક પણ ટિકિટ આપવામાં આવી છે તેથી નારાજ થઈ ભાજપના તમામ હોદાઓ પરથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા છે.તેમજ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લઈ રહ્યા છે.

નેત્રંગ તાલુકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યના પક્ષ પલટાને કારણે સ્થાનિક રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.કોંગ્રેસના કાર્યકરોમાં આ જોડાણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!