અંકલેશ્વરના ઉદ્યોગપતિ નલીન રામાણીને ઈન્ડસ્ટ્રી અને સોશિયલ વર્ક ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ માનદ ડોક્ટરેટ એનાયત

SHARE:

ભરૂચ,

અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા નલીન રમાણીને મેરીલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી યુએસએ તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.

ઈન્ડસ્ટ્રી અને સોશિયલ વર્ક ક્ષેત્રમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ડોક્ટર ઓફ ફિલોસોફી ની પદવી આપવામાં આવી હતી. દિલ્હી ખાતે મળેલા કોન્વોકેશન સમારોહમાં દેશ વિદેશના મહાનુભવો વચ્ચે તેમણે આ ડિગ્રીનો સ્વીકાર કર્યો હતો.

નલીન રામાણી અંકલેશ્વર લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.આ સાથે તેમણે નૈતિક મૂલ્યો અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ રહેવાનો શપથ પણ લીધી હતી.સ્થાનિક સ્તરે તેમને મળેલા આ સન્માનને લઈ શુભચિંતકો તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે .

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!