આમોદ પાલિકાની ચૂંટણીમાં આયાતી ઉમેદવારોનો રાફડો ફાટ્યો : ૫૪ માંથી ૧૪ ઉમેદવારો આયાતી તરીકે ચૂંટણી લડશે

SHARE:

– ભાજપ,કોંગ્રેસ,આમઆદમી પાર્ટી અને અપક્ષો આયાતી ઉમેદવારો બન્યા 

– કોંગ્રેસે મતદારો ઉપર આયાતી ઉમેદવારો થોપી બેસાડતા મતદારોમાં રોષ

ભરૂચ,

આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં આયાતી ઉમેદવારો સામે મતદારોમાં રોષ જોવા મળી રહી છે.જેમાં આમોદ પાલિકાના ૬ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ૫૪ ઉમેદવારો વચ્ચે ૨૬ મી એપ્રિલના રોજ ચૂંટણી જંગ ખેલાશે.ત્યારે ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવી ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.જેમાં કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધુ આયાતી ઉમેદવારો મૂકી મતદારો ઉપર ઉમેદવારો થોપી બેસાડતા સ્થાનિક મતદારોમાં કોંગ્રેસ સામે રોષ જોવા મળી રહ્યો છે.કોંગ્રેસે વોર્ડ નંબર એક માં સાજીદઅલી ઇકબાલ રાણાને આયાતી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.વોર્ડ નંબર ૨ માં શકુબેન ગોવિંદ રાઠોડ આયાતી ઉમેદવાર બનાવ્યા છે.વોર્ડ નંબર ત્રણમાં રાજેશ્રીબેન કિશોર રાણાએ આયાતી ઉમેદવાર તરીકે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસ પ્રેરીત અપક્ષના ઉમેદવાર જતીન કનુભાઈ માછી તેમજ મેહમુદાબેન ઇસ્માઇલ ખત્રીને આયાતી ઉમેદવાર બનાવ્યા છે.વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસે મુકેશ મનુભાઈ વસાવા તેમજ શકીલ મહંમદ ઈબ્રાહિમ કાપડિયાને આયાતી ઉમેદવાર બનાવ્યા છે.જ્યારે ભાજપે પારૂલબેન વિક્રમ રબારી, વિનોદભાઈ ચીમનભાઈ પટેલ,સુકાભાઇ લક્ષ્મણભાઈ વસાવા અને સુનિતાબેન નયનભાઈ રાવળને આયાતી ઉમેદવાર બનાવ્યા છે.વોર્ડ નંબર ૬ માં કોંગ્રેસે ઉમેશભાઈ ધીરુભાઈ પંડ્યા તેમજ મોહસીન હસન શેઠ આયાતી ઉમેદવાર બનાવ્યા હતા.જ્યારે આમ આદમી પાર્ટીએ યાસ્મીન સલીમ ટેલરને આયાતી ઉમેદવાર બનાવ્યા હતા.આમ પાલિકાની ચૂંટણીમાં ૫૪ માંથી ૧૪ ઉમેદવારો આયાતી તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

– ભાજપના યુવા ઉમેદવારો સામે કોંગ્રેસના જુના જોગીઓ સાથે કાટે કી ટક્કર

ભાજપના યુવા ઉમેદવારો સામે કોંગ્રેસના જુના જોગીઓ સાથે કાટે કી ટક્કર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ યુવા ઉમેદવારોને મેદાનના ઉતાર્યા છે.જ્યારે કોંગ્રેસ પાર્ટી હજુ પણ જુના જોગીઓને ચૂંટણીમાં ઉતારી યુવા મતદારોમાં નિરાશા ફેલાવી હોવાનું જાણવા મળ્યું છે.આમોદ પાલિકાના વોર્ડ નંબર ૧ માં આમોદ પાલિકાના બે પૂર્વ પ્રમુખો જશુભાઈ રાઠોડ અને સાજીદઅલી રાણા સામ સામે ચૂંટણી લડી રહ્યા છે.જેથી વોર્ડ નંબર એકમાં બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હોવાનું જાણવા મળ્યું છે.જોકે આમ આદમી પાર્ટીના આસિફ રાજ પણ બંને વચ્ચે અડગ બની મતદારો ઉપર પ્રભુત્વ જમાવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!