ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભવો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો સંવાદ : ફરી કમળ ખીલવવા આહવાન

SHARE:

– મોદીજીના હાથ મજબૂત કરવા આપણે 100 ટકા વોટિંગ કરીએ : જગદીશ વિશ્વકર્મા

– પીનથી લઈ પ્લેન સુધી આજે બધું જ ગુજરાત અને ભારતમા નિર્માણ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ

– આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં બે જ ઈકોનોમી હતી આજે 8 ઈકોનોમી સાથે દેશની વિશ્વભરમાં આગેકૂચ : પ્રદેશ અધ્યક્ષ

ભરૂચ,

આપણું ભરૂચ કેવું બનાવવું,તમારા, મારા હાથમાં આપણે બધાએ પ્રયત્ન કરી 100 ટકા વોટિંગ કરીએ,જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભવો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંવાદ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કોલેજ રોડ પર આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભવો સાથે સંવાદ કર્યો હતો. તમામ ક્ષેત્રના મહાનુભવોને તેઓએ ભાજપ અને NDA ના મોદી રાજમાં શું બદલાવ આવ્યો,શું ગમ્યું તેવો સવાલ પૂછ્યો હતો.આજે ભરૂચ સહિત ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી સાથે વિકાસની તમામ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી રહી હોવાનો મહાનુભવોએ મત વ્યક્ત કર્યો હતો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ આજે ભાજપના શાસનમાં 8 પ્રકારની ઈકોનોમી સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું કહી આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં ખાલી બે જ ઇકોનોમી ચાલતી હોવાનું તેમણે ઉમેરી.આજે દેશમાં પીનથી લઈ પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ગર્વ લઈ આજ વિકાસને આગળ વધારવા ભાજપ તરફી 100 ટકા મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી.

ભારતના ગ્રોથને આગળ ધપાવવા બદલાવ ,પરિવર્તન અને જેને ચાલુ રાખવા વિઝનરી નેતા, સક્ષમ પાર્ટી માટે 26 મી કોંગ્રેસની નિશ્ચિત બેંકની જેમ 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ કોંગ્રેસ પાસે નથી નેતા નથી નિયતી કે વિઝનનું ઉદાહરણ આપી ભરૂચ જિલ્લામાં જ ઉધોગો માંથી વિશ્વમાં થતી નિકાસની વિકાસગાથા રજૂ કરી હતી.આજે ભાજપ છે તો માત્ર ભરૂચ, ગુજરાત નહિ આખા દેશમાં શાંતિ અને સલામતી છે જેને 26 મીએ મત આપી, અપાવી અકબંધ રાખવા અંતે જિલ્લાના મહાનુભવોને આગ્રહ કર્યો હતો.ભરૂચમાં પ્રબુદ્ધ મહાનુભવો સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંવાદ બાદ પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સર્વાંગી વિકાસને જનમત મળશે નો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ વિરોધ પક્ષ આજે ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવી બેઠી હોવાનું જણાવી ભાજપની સરકારમાં દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની આગેકૂચ જારી રહી હોવાનો ગર્વ અનુભવી, તેને વેગ આપવા 26 મીએ ફરી ભગવો લહેરાવવા હાંકલ કરી હતી.પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો હોવાનો મત તેઓએ અંતમાં વ્યક્ત કર્યો હતો.

બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, પરાક્રમસિંહ જાડેજા, યોગેશ પટેલ, ઘનશ્યામ પટેલ સહિતના મહાનુભવો જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!