ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૭૭ મો વન મહોત્સવ ૨૦૨૬ ની જીલ્લાકક્ષાની રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી

SHARE:

ભરૂચ,

સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ૭૭ મો વન મહોત્સવ ૨૦૨૬ ની જીલ્લાકક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં પંચાયતઓના વિકાસ, નર્સરી ઉછેર તેમજ ઈન્સેન્ટિવ ફોર હેરિટેજ ટ્રી ફાર્મસ યોજના હેઠળના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.સાથે સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

૭૭ માં વન મહોત્વની જીલ્લા કક્ષાની ઉજવણી ભરૂચના જે પી કોલેજનાં હોલમાં રાજ્યકક્ષાનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે સામાજીક વનીકરણ ગોધરા વર્તુળના વન સરંક્ષક આર ધનપાલ, કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ સામાજીક વનીકરણના નાયબ વન સરંક્ષક ભાવના દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી.ત્યાર બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજુ કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈએ શાબ્દિક સ્વાગત કરી વૃક્ષોનું માનવજીવન અને પર્યાવરણમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું.તેમણે વૃક્ષારોપણને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખી, વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી.“એક પેડ માં કે નામ” અંતર્ગત જિલ્લામાં ૩૮.૭૩ લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાયું છે.૭૭મા વન મહોત્સવ નિમિત્તે ૧૮ નર્સરીઓ દ્વારા ૩૫.૨૬ લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.અને રોડ સાઈડમાં ૧૪ હેક્ટરમાં ૧૪,૦૦૦ રોપા, ૮૫ પંચાયતોમાં ૪,૨૫૦ રોપા અને ૮ અમૃત સરોવર કિનારે ૧,૬૦૦ રોપાઓનું વાવેતર થયું છે.સાથે જ વન કવચ અને ગ્રામીણ સશક્તિકરણ અંતર્ગત ગ્રામ્ય અને અર્બન વિસ્તાર મળી કુલ ૨૯ હેક્ટરમાં ૯ વન કવચ બનાવી ૨.૯૦ લાખ રોપાઓ વવાયા છે. DCF અને SHG જૂથો મારફતે ૧૬.૯૦ લાખ રોપાઓ ફાળવવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં વૃક્ષોની ડેન્સિટીમાં વધારો થયો છે.જેમાં વર્ષ ૨૦૨૧માં જંગલ બહાર ૧૭૩.૯૭ લાખ વૃક્ષો હતા, જે ૨૦૨૫માં વધીને ૧૮૩.૨૧ લાખ થયા છે,એટલે કે કુલ ૫.૩૧% નો વધારો થયો છે. આમ, હેક્ટર દીઠ ડેન્સિટી ૨૮.૬૩ થી વધીને ૩૦.૧૫ ટકા થઈ છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા એક પેડ માં કે નામ ૩.૦ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ નિ:શુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી.ભરૂચ જીલ્લામાં ગૌચર જમીનમા ગ્રામવન વાવેતર તેમજ રોડ સાઈડ વાવેતર કરેલ વૃક્ષોની હરાજી કરી ઉપજેલ રકમ માંથી ભરૂચ જીલ્લાની કરમાલી અને અશા ગ્રામ પંચાયત ૧૨.૦૯ લાખના ચેક વિકાસના કામો માટે મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.આ સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોપા સહેલાઈ થી મળી શકે તે માટે ડિસીપી તેમજ એસએચજી ગૃપ નર્સરી નાં લાભાર્થીઓને ૫૭. ૫૬ લાખ રૂપિયા સીધા ખાતામાં જમા કરાવ્યા હતા.જે પૈકી બે લાભાર્થીઓને ૨.૫૬ લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ સહિત ઈન્સેન્ટિવ ફોર હેરિટેજ ટ્રી ટુ ફાર્મસ યોજના અંતગર્ત બે લાભાર્થીઓને ૧૦ હજારનાં સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ સાથે વન વિભાગને રેસ્કયૂ માં મદદરૂપ થતા જીવદયા પ્રેમીઓને રેસ્કયૂ કીટ અને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શીએ ૧૯૫૦ માં વન મહોત્સવની શરૂઆત કરી હતી.તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં એક પેડ માં કે નામ અંતગર્ત દરેક ગામોમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોની જાળવણી કરવી જોઈએ.

 

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જીલ્લાના સાગબારા જંગલ જમીન મુદ્દે છેલ્લા ૧૫ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા હોય તેના નિરાકરણ માટે સવાલ પૂછતાં તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!