– બે વર્ષથી વધુ સજા થાય તો ચૈતર વસાવાનું ધારાસભ્ય રદ્દ થઈ શકે છે
– આ ચુકાદા પછી ચૈતર વસાવાના ધારાસભ્યના પદ પર લટકતી તલવાર દેખાઈ રહી છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટ માંથી મોટો ઝટકો મળ્યો છે.આજે ગુજરાત હાઈકોર્ટ એ ચૈતર વસાવાની બન્ને અરજી ફગાવી દેતા આમ આદમી પાર્ટીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી દરમ્યાન ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દઈ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.જેને કારણે ચૈતર વસાવાને કોઈ રાહત ન મળતા હવે ચૈતર વસાવાનો પુન: જેલવાસ લંબાયો છે.આજે સુનાવણી બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.હાઈકોર્ટે એમ જણાવ્યું હતું કે ચૈતરે વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે.
તેથી હવે ચૈતર વસાવાને સાત વર્ષની સજા થઈ છે ત્યારે બે વર્ષથી વધુ સજા થાય તો ચૈતર વસાવાનું ધારાસભ્ય રદ્દ થઈ શકે છે. આ ચુકાદા પછી ચૈતર વસાવાના ધારાસભ્યના પદ પર લટકતી તલવાર દેખાઈ રહી છે. જોકે હજી પણ ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચાલુ રહ્યાં છે.
જોકે આ ચુકાદા પછી ચૈતર વસાવા ના મામલે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કેભાજપે ખોટા કેસમાં ચૈતર વસાવાને ફસાવ્યા છે.ચૈતર વસાવા લોકોના હિતમાં કામ કરતા હતા.ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો તેથી તેમને ફસાવવામાં આવ્યા છે. જોકે આદિવાસી સમાજનો તેનો બદલો લેશે.જોકે જામીન મામલે હવે તેઓએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી.હવે એ જોવું રહ્યું કે આપ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ક્યારે જાય છે અનેકેવી રજુઆત કરશે. બીજી તરફ ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શું નિર્ણય લે છે? ચૈતર વસાવાનું ધારાસભ્ય રદ થાય છે કે નહીં?નવી પેટા ચૂંટણી જાહેર થાય છે કે નહીં?તેના પર હવે સૌની મીટ મંડાઈ છે.




