– જમીનના હક્કો અને સીમાઓ અંગેની સરવે કામગીરીમાં પારદર્શિતા અને ક્ષતિરહિત ચોકસાઈ જાળવવા આપ્યા નિર્દેશ
ભરૂચ,
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના જમીન સંબંધી પ્રશ્નોના નિવારણ અને જમીન મહેસૂલી બાબતોમાં પારદર્શિતા લાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલ ભૂમિ-સીમાંકન (રી-સરવે) ઝુંબેશ અંતર્ગત ભરૂચ તાલુકાના કાસદ ગામે સ્થળ માપણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
કાસદ ખાતે MMC (મિટિગેશન એન્ડ મોનિટરિંગ કમિટી) ના સભ્યો, સરવે અધિકારીઓ તેમજ સ્થાનિક ખેડૂત ખાતેદારશ્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી રી-સરવેની માપણી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ તકે ઉપસ્થિત અધિકારીઓને ખેડૂતોના જમીનના હક્કો અને સીમાઓ બાબતે સંપૂર્ણ ચોકસાઈ જાળવવા અને સમગ્ર કામગીરી અત્યંત પારદર્શક રીતે પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
ખેડૂતોને પોતાના જમીન મહેસૂલી રેકોર્ડ બાબતે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરવે સંબંધિત તમામ તકનીકી પાસાઓ ચકાસીને ક્ષતિરહિત કામગીરી સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.આ સમીક્ષા વેળાએ સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




