– રાજપીપલા મુસ્લિમ વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અને જાગૃતિ અભિયાન હાથ ધરાયુ
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળા નગરપાલિકા દ્વારા ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને મુસ્લિમ વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાની ટીમ દ્વારા સ્થાનિક નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા,ગંદકી ન કરવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે ખાસ સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ સ્પોટ વિઝીટ કરી સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યાં ગંદકી ફેલાવવાની કે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવાની બાબત જોવા મળી હતી ત્યાં સ્થળ પર જ કાર્યવાહી કરી ૧૦૦ નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
નગરપાલિકાના આ જાગૃતિ અભિયાન અને સતત દેખરેખના સકારાત્મક પરિણામરૂપે ઈદના દિવસે યોજાયેલા જુલૂસ દરમ્યાન સ્થાનિક નાગરિકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ઈદ નો સંદેશ આપવામાં આવ્યો અને સ્વચ્છતા જાળવવા અંગે સકારાત્મક સહયોગ આપવામાં આવ્યો.ઈદની ઉજવણી દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
રાજપીપળા આરબ ટેકરા વિસ્તારમાં નગરપાલિકા ટીમ પહોંચી હતી.જ્યાં ગંદકી કરનાર રહીશોને દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવેલ હતીજેમાં એક ટીમ દ્રારા ૬૦૦ નો દંડ વસુલ કરવામા આવ્યો હતો.જેમાં બીજી ટીમ દ્રારા ૧૬૦૦ નો દંડ વસુલકરવામાં આવ્યો હતો અને ત્રીજી ટીમ દ્રારા ૧૩૦૦ નોદંડ વસુલ કરી કુલ ૩૫૦૦ નો દંડ વસુલ્યો હતો.
રાજપીપલા નગર પાલિકાના મહિલા ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ રાજપીપલા નગરને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ ઉઠાવી છે તેને આમ જનતાએ આવકારી છે.




