મેઘરાજાની પરંપરા મુજબ સ્થાપના : મેઘરાજાનું નયનરમ્ય સ્વરૂપ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

SHARE:

ભરૂચ,

છપ્પનિયા દુકાળથી ભોઈપંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની પરંપરા મુજબ સ્થાપના કરી મેઘ ઉત્સવની પ્રથાને યથાવત રાખી છે અને મેઘ ઉત્સવ દિવાળી કરતા પણ વધુ મોટો તહેવાર ભરૂચ જીલ્લાવાસીઓ માટે બની રહ્યો છે.મેઘરાજા ભક્તો વચ્ચે દર્શન અર્થે રહેતા તહેવાર મુજબ મેઘરાજાને વસ્ત્ર સાથે વિવિધ નયનરમ્ય સ્વરૂપ અપાતા ભક્તોમાં મેઘરાજા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

છપ્પનિયા દુકાળ એટલે કે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ વરસતો ન હતો અને વરસાદ વરસે તેવા કોઈ એંધાણ દેખાતા ન હતા જેના પગલે સમગ્ર સમાજના લોકોએ મેહુલિયા વરસાદને રીઝવવા માટે ભજન અને કીર્તન કર્યા,પ્રાર્થનાઓ કરી,યજ્ઞ કર્યા છતાંય વરસાદ વરસે તેવા કોઈ અણસારો દેખાતા ન હતા અને તે સમયે ભોઈ પંચના લોકોએ વરસાદ વરસે તે માટે ઈન્દ્રદેવ તરીકેમેઘરાજાની માટી માંથી પ્રતિમા તૈયાર કરી અને સંકલ્પ કર્યો કે શ્રાવણી દશમ સુધી વરસાદ નહિ વરસે તોમેઘરાજાની ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત કરેલ પ્રતિમાને ખંડિત કરવામાં આવશે અને સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ઈન્દ્રદેવ તરીકે સ્થાપિતમેઘરાજાની પૂજા અર્ચના કરી અને મેહુલિયાનું આગમન થયા તેવા તમામ પ્રયાસો કર્યાં અને શ્રાવણી દશમે ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાને ખંડિત કરવાનો સમય આવ્યો ત્યારે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી અને ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા અને ઢોળ ઢાખળો,પશુપાલકો,ખેડૂતો વરસાદમાં ઝૂમી ઉઠ્યા અને ત્યારથી જ ભોઈ પંચના લોકોએ સંકલ્પ કર્યો અને દર શ્રાવણ માસમાં મેઘરાજાની સ્થાપના કરવી અને આ પર્વ ને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવો અને ત્યારથી જ આ ઉત્સવ ભોઈ પંચ માટે દિવાળી કરતા પણ મોટો પર્વ બની ગયો અને આજે પણ મેઘ ઉત્સવ માત્ર ગુજરાતમાં ભરૂચ જીલ્લામાં જ મનાવવામાં આવે છે અને આ ચાર દિવસ ભોઈ સમાજના લોકો વેપાર ધંધા છોડી મેઘ ઉત્સવ મનાવવા મગ્ન બની જતા હોય છે.      

ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ છપ્પનિયા દુકાળ વખતની પરંપરાને ભરૂચ ભોઈ પંચ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને અષાઢી અમાસના દિવસે ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટી માંથી ભોઈ પંચના યુવાનો દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઊંચી ધ્યાન મુદ્દામાં પ્રતિમા તૈયાર કરી વિધિવંત પૂજા અર્ચના કરી મેઘરાજાને ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને મેઘરાજાને રંગરોગાન સાથે અદ્દભુત વસ્ત્રો ધારણ કરાવી નયનરમ્ય સ્વરૂપ આપી તેમજ તહેવાર મુજબ નાળિયેરી પૂનમ સહિતના શ્રાવણ માસ દરમ્યાન આવતા તહેવારોનો શણગાર કરવામાં આવે છે.જેથી દર્શનાર્થે આવતા ભક્તો મેઘરાજા સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!