– શિક્ષણ અને સરકારી યોજનાઓ દ્વારા વિચરતી-વિમુક્ત જાતિનો સર્વાંગી વિકાસ સાધવા હાકલ કરાઈ
– ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત QR કોડ માધ્યમથી યોજનાકીય માહિતીનું PDF સંપુટ ઉપલબ્ધ કરાવાયું
ભરૂચ,
૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ‘મુક્તિ દિવસ’ નિમિત્તે ‘વિચરતી વિમુક્ત દિન’ ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ), ભરૂચ કચેરી અને શ્રી ગાયત્રી વિકાસ મંડળ, માંડવાના સંયુક્ત ઉપક્રમે શ્રી ગાયત્રી કન્યા છાત્રાલય, માંડવા ખાતે વિશેષ સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા જ વ્યક્તિ અને સમાજનો સાચો વિકાસ શક્ય છે.વિચરતી-વિમુક્ત જાતિના વાલીઓને પોતાના બાળકોને શાળામાંથી ઉઠાવી ન લેવા અને તેમનો અભ્યાસ પૂર્ણ કરાવવા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વિચરતી-વિમુક્ત જાતિના બાળકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ શિષ્યવૃત્તિઓ તેમજ અન્ય વિકાસલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેથી કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે.સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનને વેગ આપતા, શિબિરમાં હાજર રહેલા તમામ લોકોને મોબાઈલમાં ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ધરાવતું ડિજિટલ ‘યોજનાકીય સંપુટ’ (PDF ફાઈલ) ડાઉનલોડ કરાવવામાં આવ્યું હતું.
આ શિબિરમાં હળપતિ અને ભૂમિહીન ખેતમજૂરોના આવાસ બાંધકામ સમિતિના ચેરમેન (જિલ્લા પંચાયત ભરૂચ) ગીતા વસાવા, તાલુકા પંચાયત સભ્ય કરસન પટેલ, વિચરતી વિમુક્ત સમાજ ભરૂચના પ્રમુખ ચંદુ વાઘેલા, વિચરતી વિમુક્ત જાતિના આગેવાન ચેતન વાઘેલા, માંડવાના સરપંચ નવિન પટેલ, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી રક્ષાબેન પ્રજાપતિ તથા એમ.વાય. થુંથીવાલા, ગાયત્રી કન્યા છાત્રાલયના પ્રમુખ નીલા પટેલ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) ભરૂચ જે.આર.વસાવા સહિત વિચરતી-વિમુક્ત જાતિના ગ્રામજનો અને છાત્રાલયની કન્યાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા- શિક્ષણ અને સરકારી યોજનાઓ દ્વારા વિચરતી-વિમુક્ત જાતિનો સર્વાંગી વિકાસ સાધવા હાકલ કરાઈ
– ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત QR કોડ માધ્યમથી યોજનાકીય માહિતીનું PDF સંપુટ ઉપલબ્ધ કરાવાયું
ભરૂચ,
૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ‘મુક્તિ દિવસ’ નિમિત્તે ‘વિચરતી વિમુક્ત દિન’ ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ), ભરૂચ કચેરી અને શ્રી ગાયત્રી વિકાસ મંડળ, માંડવાના સંયુક્ત ઉપક્રમે શ્રી ગાયત્રી કન્યા છાત્રાલય, માંડવા ખાતે વિશેષ સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા જ વ્યક્તિ અને સમાજનો સાચો વિકાસ શક્ય છે.વિચરતી-વિમુક્ત જાતિના વાલીઓને પોતાના બાળકોને શાળામાંથી ઉઠાવી ન લેવા અને તેમનો અભ્યાસ પૂર્ણ કરાવવા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વિચરતી-વિમુક્ત જાતિના બાળકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ શિષ્યવૃત્તિઓ તેમજ અન્ય વિકાસલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેથી કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે.સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનને વેગ આપતા, શિબિરમાં હાજર રહેલા તમામ લોકોને મોબાઈલમાં ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ધરાવતું ડિજિટલ ‘યોજનાકીય સંપુટ’ (PDF ફાઈલ) ડાઉનલોડ કરાવવામાં આવ્યું હતું.
આ શિબિરમાં હળપતિ અને ભૂમિહીન ખેતમજૂરોના આવાસ બાંધકામ સમિતિના ચેરમેન (જિલ્લા પંચાયત ભરૂચ) ગીતા વસાવા, તાલુકા પંચાયત સભ્ય કરસન પટેલ, વિચરતી વિમુક્ત સમાજ ભરૂચના પ્રમુખ ચંદુ વાઘેલા, વિચરતી વિમુક્ત જાતિના આગેવાન ચેતન વાઘેલા, માંડવાના સરપંચ નવિન પટેલ, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી રક્ષાબેન પ્રજાપતિ તથા એમ.વાય. થુંથીવાલા, ગાયત્રી કન્યા છાત્રાલયના પ્રમુખ નીલા પટેલ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) ભરૂચ જે.આર.વસાવા સહિત વિચરતી-વિમુક્ત જાતિના ગ્રામજનો અને છાત્રાલયની કન્યાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હતા.