પાછલો અને ચાલુ વર્ષનો કરોડોનો મિલ્કત વેરો બાકી પડતા ભરૂચ પાલિકાએ કોમર્શિયલ મિલ્કતોને સીલ કરવાની કાર્યવાહી કરતા બાકીદારોમાં ફફડાટ

SHARE:

– વેરો નહીં ભરનાર કોમર્શિયલ મિલ્કતોને સીલ તેમજ રહેણાંક મિલ્કતોના નળ કનેક્શન કાપવાની કવાયત 

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાએ મિલ્કત વેરાની બાકી વસૂલાત માટે હવે કડક વલણ અપનાવ્યું છે.વર્ષ ૨૦૨૬-૨૭ના વેરા બિલની કામગીરી સાથે વર્ષોથી વેરો નહીં ભરનારા કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતોના બાકીદારો સામે સીલિંગ કાર્યવાહી માટે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા બાદ સીલિંગ પ્રક્રિયા હાથ ધરતા બાકીદારોમાં ફફડાટ મચ્યો છે.

ભરૂચ નગરપાલિકાની સ્વભંડોરની આવકમાં વેરાની આવક મુખ્ય ભૂમિકા ભજવે છે.પાલિકા હદ વિસ્તારમાં કોમર્શિયલ અને રહેણાંક મળી ૭૨ હજાર થી વધુ મિલ્કતો આવેલી છે.જેમાં પાલિકા દ્વારા શહેરીજનો પાસેથી વિવિધ વેરા વસુલવામાં આવતા હોય છે.ત્યારે હાઉસ ટેક્ષ શાખાએ મિલ્કત વેરાની બાકી વસૂલાત માટે હવે કડક વલણ અપનાવ્યું છે.કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતો પાસેથી પાછલા વર્ષના ૧૦ કરોડ રકમ તેમજ સાડા ચાલુ વર્ષે ૧૮ કરોડ વેરો જેટલો મિલ્કત વેરો બાકી હોવાનું સામે આવ્યું છે.જેથી વર્ષ ૨૦૨૬-૨૭ના વેરા બિલની કામગીરી સાથે વર્ષોથી વેરો નહીં ભરનારા બાકીદારો સામે સીલિંગ કાર્યવાહી માટે ૨૫ થી વધુ વોરંટ ઈસ્યુ કરવામાં આવતા કોમર્શિયલ મિલ્કત ધારકોને સીલ અંગેના વોરંટ બજાવવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા બાકીદારોને વહેલી તકે વેરો ભરપાઈ કરવા સૂચના આપવામાં આવ્યા બાદ પણ વેરો ભરવામાં નહીં આવતા કોમર્શિયલ મિલ્કતોને સીલ કરવાની કાર્યવાહી હાથધરતા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.કોમર્શિયલ મિલ્કતને સીલ કરવાની સાથે રહેણાંક મિલ્કત ધારકો પાસેથી બાકી વેરાની વસૂલાત માટે નળ જોડાણ કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું.ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મિલકત વેરાની રકમ બાકી પડી રહી છે.કેટલાક મિલ્કત ધારકોના ચાર વર્ષના તો કેટલાકના પાંચ વર્ષના વેરા બાકી છે.જ્યારે કેટલાક મિલ્કત ધારકો દર વર્ષે વેરો બાકી રાખતા હોવાથી બાકી રકમમાં સતત વધારો થઈ રહ્યો છે.જેથી પાલિકા તંત્રએ હવે કડક વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!