– રાત્રીના સમયે રસ્તો ઓળંગતા સીસીટીવીમાં કેદ : સ્થળ પર દીપડાના પંજાના માર્ક. મળી આવ્યા
– દીપડાની જાણ ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ અને વન વિભાગને કરતા સ્થળ મુલાકાત લઈ પાંજરું મુકવાની તજવીજ હાથધરી
ભરૂચ,
ભરૂચની ભોલાવ જીઆઈડીસીના ફેઝ 1 માં દીપડો દેખાતા આસપાસના લોકો અને ઉદ્યોગકારોમાં ભય જોવા મળવા સાથે વન વિભાગને જાણ કરતા ટીમ દ્વારા સર્વે કરી પાંજરું મુકવાની કવાયત હાથધરી હતી.
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર પોતાની કાર લઈને ભોલાવ જીઆઈડીસી માંથી રાત્રીના સમયે પસાર થતા હતા તે દરમ્યાન તેઓની ગાડી ની આગળ થી દીપડો રોડ ક્રોસ કરતા તેઓએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ના હિરેન શાહ ને કોલ કરી જાણ કરતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસ તપાસ કરતા દીપડો મળી આવ્યો ન હતો. જેથી સવારે તેઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સાથે મળી આસપાસના વિસ્તારોમાં લાગેલ સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં દીપડો રોડ ક્રોસ કરતો દેખાઈ આવ્યો હતો.જેથી આસપાસ તપાસ કરતા નજીકના એક શેડની ખુલ્લી જગ્યામાં જતા દીપડાના પગના પંજા મળી આવતા વન વિભાગ દ્વારા માર્ક કરવામાં આવ્યા હતા અને દીપડાને ઝડપી પાડવા પાંજરું મુકવાની કવાયત હાથધરી હતી.
દીપડો માનવ વસ્તી માં આવી જતા ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારે લોકોને સાવચેત રહેવા અને રાત્રીના સમયે બાઈક અથવા તો રાહદારીઓને આ માર્ગ પરથી પસાર ન થવા અપીલ કરી હતી જેથી કોઈ જાનહાની ન થાય અને મુકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાઈ અને તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરી શકાય.




