ભરૂચ જિલ્લા રોજગાર કચેરી ખાતે દહેજની નોસિલ લિમિટેડ કંપની દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

SHARE:

– રોજગાર ભરતી મેળામાં ૩૦૦ થી વધુ ઉમેદવારો પૈકી ૪૫ રોજગારવાંચ્છુ યુવાઓની પ્રાથમિક પસંદગી સાથે નિમણૂંક પત્ર આપવામાં આવ્યા 

ભરૂચ,

જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવા યાત્રા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ તકે, યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાંધવામાં આવી રહ્યો છે.

ભરૂચ,ઝઘડિયા અને નેત્રંગમાં તાજેતરમાં યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ધોરણ ૧૦થી લઈને ગ્રેજ્યુએટ, બી.ઈ. (મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ), એમ.કોમ. અને એમ.બી.એ. (માર્કેટિંગ) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિનઅનુભવી મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતીમેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી વિવિધ કંપનીઓ દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ભરતીમેળામાં ઉમેદવારોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સુરક્ષિત અને કાયદેસર સૂવળાંતર, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના તેમજ સારોજગાર માટેની લોન અને સહાય યોજનાઓ, સ્ટ્રાર્ટઅપ અને સ્ટ્રેન્યુઅપ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે જ વ્યવસાયલક્ષી તાલીમ ઉદ્યોગસાહસિકતા વિકાસ અને ઓનલાઈન રોજગારીની તકો અંગે કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લાના ઉમેદવારોએ રોજગાર ભરતી મેળાનો લાભ મોટી સંખ્યામાં ઉમટીને આ રોજગાર ભરતી મેળામાં પોતાનો ઉત્સાહ દેખાડી રહ્યા છે.

જિલ્લા રોજગાર કચેરી ભરૂચ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી ભરતી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.દહેજની નોસિલ લિમિટેડ કંપની દ્વારા વિવિધ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ યોજવામાં આવ્યું હતું.આ ભરતી મેળામાં ૩૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જે પૈકી ૪૫ રોજગારવાંચ્છુ યુવાઓની પ્રાથમિક પસંદગી કરવા સાથે નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.

ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સંજય ગોહિલ અને દહેજની નોસિલ લિમિટેડ કંપનીના અધિકારીઓ તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!