વાલીયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીને હરાજી માંથી મુકિત મળતા ખેડૂતોમાં આનંદની લહેર : બેંક અને સરકાર વ્હારે આવ્યું

SHARE:

– કોગ્રેસે વાલીયા સુગર ફેકટરીને દેવામાં ડુબાડી અને ભાજપે બેંક અને સરકારની મદદથી ૪૮ કરોડનું દેવુ ચુકવવા તૈયાર થતાં ખેડૂતોની દિવાળી સુધારી : અરૂણસિંહ રણા (બેંક ચેરમેન)

– રપ૦ કરોડની સુગર ફેકટરીની મિલ્કત સામે ૪૮ કરોડ ચુકવણી માટે ૧૮ નવેમ્બરે હરાજીની નોટીસને લઈ ૪૮ કરોડનું દેવુ ચુકવવા ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક અને સરકાર મદદે આવતાં સુગર ફેકટરીની હરાજી નહી થાય : અજય પટેલ (ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક)

– વાલીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલાએ પ એજન્સીઓને ૪૦ કરોડનું ઉધાર આપી સુગર ફેકટરીને દેવામાં ડુબાડી હતી

ભરૂચ,

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની શ્રી ગણેશ સુગર ફેકટરી દેવામાં ડુબી જતાં ૧૮ નવેમ્બરે સુગર ફેકટરીની હરાજી માટે એન.સી.ડી.સી.એ નોટીસ ફટકારતાં આખરે રપ૦ કરોડની પ્રોપર્ટી સામે ૪૮ કરોડના દેવા માટે સુગર ફેકટરીની હરાજી ન થાય તે માટે કસ્ટડીયન કમીટીએ ભરૂચ ડિસ્ટ્રીક બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્યે સરકાર સાથે વાટાઘાટો કરી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લીમીટેડ સાથે સંકલનમાં રહી બેંક સહકારી મંડળીને દેવામાંથી મુકત કરવા માટે મેદાનમાં આવતા સભાસદોની પણ દિવાળી સુધરી હોવાનો અનુભવ કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાની વાલીયા વટારીયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ દેવામાં ડુબી હોય અને પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા કે જેઓ હાલ કોગ્રેસના પ્રદેશ મહામંત્રી હોય અને તેઓએ પોતાના કાર્યકાર દરમ્યાન ૪૦ કરોડનું ઉધાર વિવિધ એજન્સીઓને આપ્યા બાદ ઉઘરાણું નહી આવતા સુગર ફેકટરી દેવામાં ઉતરી જતાં ૪૦ કરોડનું લેણું બાકી આખરે એન.સી.ડી.સી.એ સુગર ફેકટરીની ૧૮ નવેમ્બરે હરાજીની નોટીસ ફટકારતાં આખરે સુગર ફેકટરીની બચાવવા અને કસ્ટડીયન કમીટી ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા સહિતની ટીમ ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના શરણે આવતા સુગર ફેકટરીની કસ્ટડીયન કમીટી અને ધારાસભ્યએ સરકાર સાથે સંકલન સાંધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લીમીટેડના અજય પટેલ સાથે બેઠક યોજી સુગર ફેકટરીની રપ૦ કરોડનું મિલ્કત સામે ૪૮ કરોડની ભરપાઈ કરવા માટેની બાંહેધરી આપતાં શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડની હરાજી નહી થઈ શકે તેવી જાહેરાત પત્રકાર પરિષદ થકી કસ્ટડીયન કમિટીના ચેરમેન અને ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન સંપૂર્ણ માહિતી આપતા કહયું હતું કે, શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની હરાજી નહી થાય અને કોગ્રેસના જ વખતમાં સુગર ફેકટરીની દેવામાં ડુબાડી હોવાના આક્ષેપ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કરી સંદિપ માંગરોલા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરવા સાથે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીને દેવામાં ડુબાડી પરંતુ આજે કસ્ટડીયન કમીટી અને સરકારના સહકારથી ગણેશ ખાંડ ઉદ્યોગની હરાજી અટકાવી હોવાનું કહેવા સાથે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડના સભાસદો અને ખેડૂતોની પણ દિવાળી સરકારે સુધારી હોવાનું સરકારે કહયું હતું.

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પત્રકાર પરિષદમાં કોગ્રેસના પ્રદેશ મહામંત્રી સામે પણ પ્રહારો કરી કોગ્રેસે શ્રી ગણેશ ખાંડ સહકારી મંડળીને દેવામાં ડુબાડી પણ આજે ભાજપના નેતાઓ અને ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લીમીટેડના સહકારથી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની હરાજી થતાં બચાવવામાં સિંહફાળો રહેતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી સાથે દિવાળી સાથે ડબલ દિવાળીનો અનુભવ કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!